AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: “વડાપાવની દુકાન ખોલાવી દો ને…” બાળકે FDA કમિશનર તુકારામ મુંઢેને કરી ‘વિનંતી’

સોશિયલ મીડિયા પર અત્યારે એક રસપ્રદ વાયરલ વીડિયો ચર્ચામાં છે. આમાં એક બાળકે મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેને ગુજારિશ કરતા કહ્યું, "શાળા પાસે વડાપાવની દુકાન ખોલાવી દો ને..." પોતાના મિત્રો માટે શાળા બહાર વડાપાવનો સ્ટોલ ફરી શરૂ કરાવવાની બાળકની આ વિનંતી સામે કમિશનરે આપેલા જવાબે લોકોના દિલ જીતી લીધા છે.

Trending Video: વડાપાવની દુકાન ખોલાવી દો ને... બાળકે FDA કમિશનર તુકારામ મુંઢેને કરી 'વિનંતી'
| Updated on: Oct 13, 2026 | 6:36 PM
Share

સોશિયલ મીડિયા પર અત્યારે એક છોકરાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં એક છોકરો અને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં છોકરો તુકારામ મુંઢેને કહી રહ્યો છે કે, તેના મિત્રો તેની પાસે પોતાની શાળાનો વડાપાવ સ્ટોલ ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે તમારું શું કહેવું છે?

બાળકના સવાલ પર તુકારામ મુંઢે શું બોલ્યા?

આના પર મુંઢેએ બાળકને સ્માઇલ આપતા કહ્યું કે, બાળકોએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ. તેમણે બાળકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, સારું ખાશો તો તમારું શરીર અને મન બંને સ્વસ્થ રહેશે. તેથી, સારું ભોજન લો. તેની સાથે તેમણે એમ પણ કહ્યું કે, તળેલું અને વધુ ફેટવાળું ભોજન સ્વાદિષ્ટ હોઈ શકે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

તુકારામની વાતોને મળ્યો સોશિયલ મીડિયા યુઝર્સનો સપોર્ટ

આ વાતચીતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘ઇન્દ્રનીલ અનાસપુરે’ નામના યુઝરે પોતાના એકાઉન્ટ @indraneilmanaspure પરથી શેર કર્યો છે. આને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે.

વાયરલ વીડિયો પર અનેક લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. લોકોએ કમેન્ટ કરીને તુકારામ મુંઢેની આ વાત સાથે સહમતી દર્શાવી અને તેમના કાર્યની ખૂબ પ્રશંસા કરી.

શાળા-કોલેજોના 50 મીટરના વિસ્તારમાં ‘Junk Food Ban’

તુકારામના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર FDA એ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓના કેમ્પસ અને તેના 50 મીટરના વિસ્તારમાં જંક ફૂડના વેચાણ, મફત વિતરણ અને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ શાળાઓની આસપાસ વડાપાવ, સમોસા, ડીપ-ફ્રાઇડ આઇટમ્સ, ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ અને આઇસક્રીમ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર દુકાનદારો અને કેન્ટીન સંચાલકો સામે FDA દ્વારા કડક કાર્યવાહી અને લાયસન્સ રદ થઈ શકે છે.

Trending Video : પ્રાઇવેટ જેટની ચાવી કેવી હોય છે? પાયલટે બતાવી દરવાજો ખોલવાની રીત

Follow Us
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
g clip-path="url(#clip0_868_265)">