Trending Video: ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, હવે ટ્રાફિક કન્ટ્રોલ સુપરહીરોના હાથે

તમે ક્યારેય સુપરહીરોને ચાર રસ્તે એટલે કે ચોકડી પર ઊભા રહીને ટ્રાફિક કંટ્રોલ કરતા જોયો છે? ફિલ્મોમાં બિલ્ડિંગો વચ્ચે ઝાળાં ફેંકતો અને દુનિયા બચાવતો આપણો સ્પાઈડર-મેન હવે ભારતના રસ્તાઓ પર ઉતરી આવ્યો છે. સૌથી મજાની વાત તો એ છે કે, રસ્તા પર એક નહીં પણ બબ્બે સ્પાઈડર-મેન ગાડીઓ અને બસોને ઈશારા કરીને રસ્તો બતાવી રહ્યા છે.

Trending Video: ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, હવે ટ્રાફિક કન્ટ્રોલ સુપરહીરોના હાથે
| Updated on: Sep 04, 2026 | 9:35 PM

માર્વેલ સુપરહીરો સ્પાઈડર-મેન (Spider Man Video) ને તમે ફિલ્મોમાં બહુમાળી ઈમારતો વચ્ચે ઝાળાં ફેંકતા અને દુનિયાને બચાવતા જોયો હશે. એવામાં શું તમે ક્યારેય સ્પાઈડર-મેનને શહેરના ચાર રસ્તે એટલે કે ચોકડી પર ઊભા રહીને ટ્રાફિક રોકતા અને ગાડીઓને રસ્તો આપતા જોયો છે?

કોલકાતાથી એક એવો જ ચોંકાવનારો અને મનોરંજક વીડિયો સામે આવ્યો છે, જે આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને લોકો હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે.

Spider Men કોમિક સૂટ અને માસ્કમાં નજરે આવ્યો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પૂરા સ્પાઈડર-મેનના કોમિક સૂટ અને માસ્કમાં નજરે પડી રહ્યો છે. તે કોલકાતા પોલીસના બેરિકેડ્સ પાસે પૂરી જવાબદારીથી ઊભા રહીને ટ્રાફિક પોલીસકર્મીઓની જેમ ઈશારા કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે પોતાના હાથ ફેલાવીને બાઈક, કાર તેમજ કોલકાતાની પ્રખ્યાત વાદળી-પીળી બસોને વારાફરતી રોકી રહ્યો છે અને પસાર કરાવી રહ્યો છે.

વીડિયોની સૌથી મનોરંજક વાત એ છે કે, ચોકડી પર એક નહીં પરંતુ બે સ્પાઈડર-મેન હાજર છે. એક સ્પાઈડર-મેન વચગાળાના રસ્તા પર ઉતરીને ગાડીઓ સંભાળી રહ્યો છે, તો બીજો સ્પાઈડર-મેન ટ્રાફિક પોલીસના બેરિકેડ પાસે ઊભા રહીને પૂરો નજારો જોઈ રહ્યો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈકસવાર અને રાહદારીઓ આ અજીબ તેમજ મનોરંજક દ્રશ્ય જોઈને પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં.

‘Spider Men’ નો અનોખો અવતાર

વીડિયો જોઈને પહેલી નજરે તમે પણ ચોંકી ગયા હશો. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને matiyabruz_ka_spiderman નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ મનોરંજક વીડિયોને લાખો લોકો અત્યાર સુધી જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ વીડિયો પર યુઝર્સ પણ જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.

કેટલાક યુઝર્સનું કહેવું છે કે, ન્યૂ યોર્કમાં કામ ન મળ્યા પછી હવે સ્પાઈડર-મેન ભારતમાં ટ્રાફિક કંટ્રોલની નોકરી કરી રહ્યો છે. માર્ગ સલામતી અને મનોરંજનનો આ અનોખો સંગમ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. કેટલાંક યુઝર્સનું કહેવું છે કે, આ તો કઇંક નવું જ લાગી રહ્યું છે. ભાઈના આઇડિયાને સલામ છે.

Trending Video: અરે બાપ રે! અમેરિકામાં દાંત કઢાવવો આટલો મોંઘો? NRI નો આ વીડિયો જોઈને માથું ચકરાઈ જશે

Follow Us
Loading...
Unable to load recommendations.