Trending Video: 200ની સ્પીડે ચાલ્યું મગજ! યુવકે સાઇકલના પૈડાથી બનાવ્યું દેશી Washing Machine, જુગાડ જોઈ એન્જિનિયરિંગ ભૂલી જશો

ભારતીયો દેશી 'જુગાડ' (Jugaad) માટે આખી દુનિયામાં જાણીતા છે. સોશિયલ મીડિયા પર દરરોજ ટેલેન્ટેડ લોકોના એવા અનોખા કારનામા વાયરલ થતા રહે છે, જેને જોઈને મોટા-મોટા એન્જિનિયરો પણ વિચારમાં પડી જાય. તાજેતરમાં ઇન્ટરનેટ પર એક એવો જ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ વગર વીજળી એ કપડાં ધોવા માટેનું અનોખું દેશી મશીન બનાવી દીધું છે.

Trending Video: 200ની સ્પીડે ચાલ્યું મગજ! યુવકે સાઇકલના પૈડાથી બનાવ્યું દેશી Washing Machine, જુગાડ જોઈ એન્જિનિયરિંગ ભૂલી જશો
Image Credit source: AI Generated
| Updated on: Sep 02, 2026 | 2:22 PM

ભારતમાં જ્યારે વાત ‘જુગાડ’ (Jugaad Video) ની આવે છે, ત્યારે અહીંના લોકોનું મગજ મોટા-મોટા લોકોને પણ માત આપી દે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો સામે આવે છે, જે ન માત્ર આપણું મનોરંજન કરે છે પરંતુ લોકોની ક્રિએટિવિટી જોવા પર પણ મજબૂર કરી દે છે.

કેટલાક જુગાડ તો એવા હોય છે કે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે. આમાંનો જ એક વીડિયો ઇન્ટરનેટ પર હાલ ધમાલ મચાવી રહ્યો છે, જેમાં એક શખ્સે સાઇકલના પેડલથી કપડાં ધોવાની અજબ રીત શોધી કાઢી છે.

ના બિલનો ડર, ના લાઈટનો કાપ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સે જમીન પર પ્લાસ્ટિક ટબ રાખેલ છે, જેમાં પાણી અને કપડાં ભરેલાં છે. ટબની બરાબર ઉપર તેણે એક સાઇકલને ઊંધી કરીને ગોઠવેલી છે.

ત્યારબાદ તે ટબમાં વોશિંગ પાવડર નાખે છે અને સાઇકલના પેડલને હાથથી ઝડપથી ફેરવવાનું શરૂ કરે છે. હવે જેમ-જેમ પેડલ ફરે છે, સાઇકલની ચેન અને પૈડાથી જોડાયેલી ગ્રીપ ટબના પાણીમાં વોશિંગ મશીનના ‘પલ્સેટર’ ની જેમ કામ કરવા લાગે છે.

પાણીમાં ફીણ થવા લાગે છે અને કપડાં બરાબર એ જ રીતે ફરવા લાગે છે, જેમ કોઈ 15-20 હજાર રૂપિયાના વોશિંગ મશીનમાં ફરે છે. આ જુગાડની સૌથી ખાસ વાત એ છે કે, આના માટે ન તો વીજળીની જરૂર છે અને ન તો કોઈ મોંઘા મરમ્મત (રખરખાવ) ની જરૂર છે. આ પૂરેપૂરી રીતે ઝીરો-કોસ્ટ અને પર્યાવરણને અનુકૂળ રીત છે.

અનોખો દેશી જુગાડ

આ જુગાડ વીડિયો જોઈને તમારું મગજ પણ એક ક્ષણ માટે ચકરાવે ચડી ગયું હશે. ઘણા લોકો તો આ જુગાડના ફેન થઈ ગયા હશે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો voidx.exee નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને મોટી સંખ્યામાં લોકો અત્યાર સુધી જોઈ ચૂક્યા છે.

એટલું જ નહીં વીડિયો પર લોકો જોરદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, એન્જિનિયરિંગ કૉલેજની ફી બચી ગઈ, છોકરાનું મગજ 200 ની સ્પીડે ચાલી રહ્યું છે. એક અન્ય યુઝરે લખ્યું કે, ના વીજળીના કાપનો, ના બિલનો ડર… અસલી આત્મનિર્ભર ભારત તો અહીં છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ ટેકનિક દેશની બહાર ન જવી જોઈએ.

બંગાળની બ્યુટી હવે બોલીવુડમાં પગ મૂકશે, ખિલાડી Akshay Kumar સાથે કરશે ‘કંઈક નવું’

Follow Us
Loading...
Unable to load recommendations.