બંગાળની બ્યુટી હવે બોલીવુડમાં પગ મૂકશે, ખિલાડી Akshay Kumar સાથે કરશે ‘કંઈક નવું’
બૉલીવુડના ખિલાડી અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની જોડી 12 વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. તેમની આગામી હાઇ-બજેટ સાયન્સ-ફિક્શન (Sci-Fi) એલિયન ફિલ્મ 'સમુક' (Samuk) વિશે એક ઉત્સાહજનક અપડેટ સામે આવ્યું છે. હાલમાં યુકે (UK) ખાતે શૂટ થઈ રહેલી આ ફિલ્મ માટે મેકર્સે તેમની લીડિંગ લેડી પસંદ કરી લીધી છે.

બૉલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક વિપુલ અમૃતલાલ શાહની આગામી સાય-ફાઇ (SCI FI) ફિલ્મ ‘સમુક’ (Samuk) નું શૂટિંગ આ દિવસોમાં યુકે (UK)માં ચાલી રહ્યું છે, જેમાં અક્ષય કુમાર (Akshay Kumar) લીડ રોલ પ્લે કરતો જોવા મળશે. આ અક્ષય કુમારના કરિયરની સૌથી અલગ જ પ્રકારની મૂવી બનવાની છે, જેમાં દર્શકોને ‘એલિયન’ જોવા મળશે.
બંગાળી સિનેમાની અદાકારા જોવા મળશે
મેકર્સ આ મૂવી સાથે જોડાયેલી દરેક મોટી જાણકારી છુપાવી રહ્યા છે. જો કે, ફિલ્મમાં હિરોઇનને લઈને મોટી અપડેટ સામે આવી ગઈ છે. અક્ષય કુમારની એલિયન મૂવી ‘સમુક’ માં બંગાળી સિનેમાની એક અદાકારા જોવા મળશે, જેનું નામ ફાઇનલ કરી લેવામાં આવ્યું છે. મેકર્સે હિરોઇન સાથે વાત કરીને બધી બાબત ફાઇનલ કરી લીધી છે અને તે ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ કરી દેશે.
Akshay Kumar ની Samuk માટે મળી ‘Heroine’
વેરાયટી ઇન્ડિયાના તાજા સમાચારનું માનીએ તો, ‘સમુક’ ના મેકર્સે બંગાળી અદાકારા Rukmini Maitra ને ફાઇનલ કરી છે, જે ‘ભૂલ ભુલૈયા’ સ્ટારની સામે જોવા મળશે. બંગાળી સિનેમામાં સફળતા મેળવ્યા બાદ અદાકારા રૂક્મિણી મૈત્રા હવે બૉલીવુડમાં કદમ રાખવા માટે તૈયાર છે. સાઉથમાંથી તો બૉલીવુડમાં ઘણી હસીનાઓ આવી છે પરંતુ બંગાળી સિનેમાની હિરોઇનનું આમ બૉલીવુડમાં આવવું લોકોને ચોંકાવશે.
EXCLUSIVE: #AkshayKumar’s ‘#Samuk’ Finds Its Lead Heroine in #RukminiMaitr
— Variety India (@VarietyIndia) September 2, 2026
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રએ પોર્ટલને જાણકારી આપી છે કે, “મૈત્રા સાથે મેકર્સ સતત વાત કરી રહ્યા છે. તે ‘સમુક’ માં મહત્વનો રોલ નિભાવતી જોવા મળશે. રૂક્મિણીને પોતાનો રોલ ખૂબ જ પસંદ આવ્યો છે. મેકર્સને એક એવી હિરોઇનની શોધ હતી, જેનો ચહેરો દર્શકોએ ન જોયો હોય અને તેની સ્ક્રીન પ્રેઝન્સ કમાલની હોય.”
12 વર્ષ પછી હાથ મિલાવ્યો
એક સમય હતો જ્યારે વિપુલ અમૃતલાલ શાહ અને એક્ટર અક્ષય કુમાર ઘણી બધી ફિલ્મો એકસાથે બનાવતા હતા. જો કે, છેલ્લા 12 વર્ષથી તેમણે હાથ મિલાવ્યો નહોતો.
ત્યારબાદ ‘સમુક’ ની સાથે આ નિર્માતા-એક્ટરની જોડી ફરીથી મોટા પડદા પર સાથે આવી રહી છે. આ વખતે તેમણે એક એલિયન મૂવી લાવવાનો નિર્ણય લીધો છે, જે વિષય પર ભારતીય સિનેમામાં ખૂબ જ ઓછા લોકોએ કામ કર્યું છે.
