Viral: ટ્રેનમાં સીટ માટે વ્યક્તિએ મગજ તો જબરુ લગાવ્યું, પરંતુ બધા જુગાડ સફળ નથી થતાં કંઈકમાં આવું પણ થાય

જુગાડ એ એક રસ્તો છે જેનાથી તમારું કામ સરળ બને છે અને અશક્ય કામ પણ શક્ય બને છે. તેથી જ જ્યારે પણ કોઈને કોઈ કાર્ય મુશ્કેલ કે અશક્ય લાગે છે ત્યારે લોકો પોતાનું કામ કરવા માટે જુગાડની પદ્ધતિ અપનાવે છે.

Viral: ટ્રેનમાં સીટ માટે વ્યક્તિએ મગજ તો જબરુ લગાવ્યું, પરંતુ બધા જુગાડ સફળ નથી થતાં કંઈકમાં આવું પણ થાય
Train seat jugaad
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Mar 13, 2022 | 8:18 AM

આપણા દેશમાં લોકો મોટાભાગે તેમના કામ કરવા માટે જુગાડ (Jugaad viral Video)નો સહારો લે છે, કારણ કે જુગાડ એ એક રસ્તો છે જેનાથી તમારું કામ સરળ બને છે અને અશક્ય કામ પણ શક્ય બને છે. તેથી જ જ્યારે પણ કોઈને કોઈ કાર્ય મુશ્કેલ કે અશક્ય લાગે છે, ત્યારે લોકો પોતાનું કામ કરવા માટે જુગાડની પદ્ધતિ અપનાવે છે. હાલમાં જ વાયરલ થઈ રહેલો આ વીડિયો જુઓ, કેવી રીતે એક વ્યક્તિએ જુગાડ દ્વારા પોતાના માટે ટ્રેનની સીટ (Train seat jugaad) મેળવી લીધી. રજાઓ દરમિયાન છેલ્લી ઘડીએ ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે અથવા અરજન્ટ કામના કારણે મુસાફરી કરવાને કારણે આપણામાંથી મોટાભાગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને તહેવારો દરમિયાન ટ્રેન ખૂબ જ ખીચોખીચ ભરેલી હોય છે. આવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું જ્યારે તે ટ્રેનમાં પહોંચ્યો, તેને સીટ ન મળી, પરંતુ તેણે એવો જુગાડ કર્યો કે જેને જોઈને તમે પણ કહેશો આ વ્યક્તિ ખરેખર ઈનોવેટિવ નીકળ્યો! પછી ક્લિપના અંતમાં કંઈક એવું બન્યું કે વ્યક્તિ હાસ્યને પાત્ર બની ગયો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બે બાજુની બર્થ વચ્ચે ચાદર બાંધે છે અને સૂવા માટે તેમાં ચઢી જાય છે. જેમ તે ઉપર ચડીને બેસવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ સીટ પરથી ચાદર ખુલી જાય છે અને તે વ્યક્તિ ધડાકા સાથે નીચે પડી જાય છે અને ટ્રેનમાં બધાની સામે હાસ્યનો પાત્ર બની જાય છે.

આ ફની વીડિયોને memes.bks નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે ‘એટલો બધો જુગાડ બરાબર નથી ભાઈ’. અને કૈલાશ ખેરનું ગીત ‘કરલે જુગાડ’ પણ વીડિયો સાથે જોડવામાં આવ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1577 લોકોએ લાઈક કર્યો છે. તેની સાથે અનેક પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

એક યુઝરે લખ્યું કે, ‘ભાઈ જુગાડને ચરમસીમા પર લઈ જવા માંગતા હતા, પરંતુ નસીબ સાથ નહોતું આપ્યું.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ફરી વખત તે આવું જુગાડ કરતા પહેલા સો વખત વિચારશે.’

આ પણ વાંચો: સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ પણ બનશે સ્માર્ટ, એક મેસેજથી થઈ જશે ચાલુ, આ રીતે કરશે કામ

આ પણ વાંચો: CWCની મીટિંગ પહેલા આજે સોનિયા ગાંધીએ બોલાવી CPPની બેઠક, ચૂંટણીમાં થયેલી હાર અને પાર્ટીની રણનીતિ અંગે થઈ શકે છે ચર્ચા