બાળકી “ચક્કુ”ની જગ્યાએ”કચ્ચુ” બોલી, ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયામાં થઇ ગયો વાયરલ

|

Dec 01, 2021 | 11:33 AM

કાકડી કાપતી વખતે મમ્મીએ ચપ્પુ તરફ આંગળી ચીંધીને બાળકીને પુછ્યુ કે આને શું કહેવાય. આ સવાલનો જવાબ આપતા બાળકી "ચક્કુ"ની જગ્યાએ "કચ્ચુ" બોલી. આ શબ્દ સાંભળતા જ તેની માતા હસવા લાગી.

બાળકી ચક્કુની જગ્યાએકચ્ચુ બોલી, ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયામાં થઇ ગયો વાયરલ
Viral Video

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર રોજ કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. આમાં કેટલાક વીડિયો ફની (Funny Video) તો કેટલાક ચોંકાવનારા હોય છે. ઘણી વાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાના બાળકોને લઇને કેટલાક ક્યૂટ વીડિયોઝ પણ વાયરલ થતા હોય છે જેને જોઇને સૌ કોઇના ચહેરા પર સ્મિત આવી જાય છે. હાલમાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમારો દિવસ ચોક્કસથી સુધરી જશે.

નાના બાળકો મસ્તી અને નાદાનીમાં કેટલીક વાર એવી હરકતો કરી દે છે જેને જોઇને બધાને મજા આવી જાય. હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં છરી માટેના હિન્દી શબ્દનો ખોટો ઉચ્ચાર કરતી એક નાની બાળકી જોવા મળી રહી છે. વીડિયોમાં આ બાળકીને જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સના મોઢામાંથી એક જ શબ્દ નીકળી રહ્યો છે અને એ છે…aww.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ વાયરલ ક્લિપ મી એન્ડ માઈન નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. વીડિયોમાં એક નાની સુંદર બાળકી તેની માતાને કાકડીઓ કાપતા જોઇ રહી છે. કાકડી કાપતી વખતે તેની મમ્મીએ ચપ્પુ તરફ આંગળી ચીંધીને બાળકીને પુછ્યુ કે આને શું કહેવાય. આ સવાલનો જવાબ આપતા બાળકી “ચક્કુ”ની જગ્યાએ “કચ્ચુ” બોલી. આ શબ્દ સાંભળતા જ તેની માતા હસવા લાગી.

ઓનલાઈન પોસ્ટ થયા બાદ આ વીડિયોને લગભગ 4.7 લાખ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને લોકો ખૂબ જ શેયર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ શેયર કરી રહ્યા છે.

આ પણ વાંચો – IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત અને રોહિત શર્માની સેલેરી વિરાટ કોહલી અને ધોની કરતા પણ વધારે, જાણો કઇ ટીમે કેટલો કર્યો ખર્ચ

આ પણ વાંચો –

ઓમિક્રોનની અસર: દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી વડોદરા આવેલા 85 મુસાફરો ક્વૉરન્ટાઇન, જાણો વિગત

આ પણ વાંચો –

IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત અને રોહિત શર્માની સેલેરી વિરાટ કોહલી અને ધોની કરતા પણ વધારે, જાણો કઇ ટીમે કેટલો કર્યો ખર્ચ

Next Article