TMKOC as Dhurandhar : જેઠાલાલ બન્યા હમઝા, બાપુજી મેજર ઇકબાલ અને દયાબેન બડે સાહેબ, AI ની કમાલ જોઈ ચાહકો ચોંકી ગયા

ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પાત્રોને AI દ્વારા 'ધુરંધર' સ્ટાઈલમાં રૂપાંતરિત કરતા વીડિયો વાયરલ થયા છે.

TMKOC as Dhurandhar : જેઠાલાલ બન્યા હમઝા, બાપુજી મેજર ઇકબાલ અને દયાબેન બડે સાહેબ, AI ની કમાલ જોઈ ચાહકો ચોંકી ગયા
| Updated on: Apr 13, 2026 | 3:57 PM

Taarak Mehta Ka Ooltah Chashmah ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લાંબા સમયથી ચાલતા લોકપ્રિય શોમાંનો એક છે. વર્ષોથી આ શોએ દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે અને અનેક લોકોની યાદોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. હવે આ શોને લઈને એક રસપ્રદ AI ક્રિએશન સામે આવ્યું છે, જેને જોઈને ચાહકોમાં નવી ઉત્સુકતા જોવા મળી રહી છે.

AI દ્વારા બનાવાયેલા આ વીડિયોમાં ‘ધુરંધર’ના પાત્રોને ‘તારક મહેતા…’ના પાત્રો સાથે બદલવામાં આવ્યા છે. વીડિયોમાં ઐય્યર જમાલ જમાલી તરીકે, પોપટલાલ ઉઝૈર બલોચ તરીકે, તારક મહેતા અજય સાન્યાલ તરીકે અને સોદી ચૌધરી અસલમ તરીકે દેખાય છે. ચંપકલાલ મેજર ઇકબાલના રોલમાં છે, જ્યારે માધવી ભાભી ઉલ્ફત તરીકે અને ભીડે માસ્ટર રહેમાન ડકેત તરીકે રજૂ થાય છે. બબીતા જી યલીનાના પાત્રમાં છે અને જેઠાલાલ હમઝા તરીકે જોવા મળે છે.

આવો જ અન્ય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પણ બબીતાજી હિરોઈનના રોલમાં જોવા મળી રહ્યા છે અને જેઠાલાલ સહિતના કલાકારો ધુરંધરના રોલમાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયોનું સૌથી ખાસ આકર્ષણ દયાબેનનું પાત્ર છે, જેમાં તેઓ ‘બડે સાહેબ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ અનોખી રજૂઆતને લઈ ચાહકો સોશિયલ મીડિયા પર ઉત્સાહભેર પ્રતિસાદ આપી રહ્યા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008માં પ્રસારિત થયો હતો અને ઝડપથી દરેક વયના દર્શકોમાં લોકપ્રિય બન્યો હતો. ખાસ કરીને ‘ટપ્પુ સેના’ના પાત્રો સાથે એક આખી પેઢી ઉછરી છે. સમય સાથે ઘણા કલાકારો શો છોડીને ગયા છે, છતાં શોની લોકપ્રિયતા હજુ યથાવત છે.

શો કેટલો સમય ચાલુ રહેશે તે અંગે પણ ચર્ચાઓ ચાલતી રહે છે. આ મુદ્દે શોના નિર્માતા Asit Kumar Modiએ સ્પષ્ટતા કરી છે કે તેઓ શક્ય તેટલા લાંબા સમય સુધી શોને ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે. ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમીના 25મા વર્ષગાંઠ સમારોહ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દર્શકોનું પ્રેમ અને સપોર્ટ જ શોની સૌથી મોટી શક્તિ છે.

નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

TMKOC : ‘તારક મહેતા’માં સૌથી અમીર એક્ટર કોણ? 

Follow Us