Viral Video : ગ્લાસમાં આનંદથી પાણી પી રહ્યો હતો કિંગ કોબ્રા, વીડિયો જોઈને ચોંકી ગયા લોકો

|

May 16, 2022 | 2:11 PM

Cobra Drinks Water: તમે આજ સુધી કિંગ કોબ્રાની (Cobra) આવી સ્ટાઈલ નહીં જોઈ હોય. જે રીતે તે ગ્લાસમાં પાણી પી રહ્યો હતો તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

Viral Video : ગ્લાસમાં આનંદથી પાણી પી રહ્યો હતો કિંગ કોબ્રા, વીડિયો જોઈને ચોંકી ગયા લોકો
Thirsty Cobra Drinks Water

Follow us on

King Cobra Viral Video: સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વખત આવા વીડિયો (Video) જોવા મળે છે. જેને જોઈને લોકો દંગ રહી જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં લોકોમાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક ખતરનાક કિંગ કોબ્રા કાચના ગ્લાસમાંથી પાણી પીતો જોવા મળી રહ્યો છે. સાપની આ સ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આવા વીડિયો અવાર-નવાર વાયરલ થતા રહેતા હોય છે.

તરસ્યા કિંગ કોબ્રાનો વીડિયો થયો વાઈરલ

સાપનું નામ સાંભળીને લોકોનો પરસેવો છુટી જાય છે. ખાસ કરીને, આપણે બધા જાણીએ છીએ કે કિંગ કોબ્રા કેટલો ખતરનાક છે. સામાન્ય રીતે તમે કિંગ કોબ્રાને ફિલ્મોમાં, જંગલોમાં જોયા જ હશે. પરંતુ અહીંયા તમે એક કિંગ કોબ્રાનો એક એવો વીડિયો જોશો કે જેના પર તમને વિશ્વાસ પણ નહી આવે.
વાસ્તવમાં, IFS ઓફિસર સુશાંત નંદાએ વાંદરા અને બતકનો એક ફની વીડિયો શેયર કર્યો છે. જેના પર એક વ્યક્તિએ કિંગ કોબ્રાનો વીડિયો શેયર કર્યો છે. જેમાં તે ગ્લાસમાં પાણી પી રહ્યો છે. વ્યક્તિએ લખ્યું કે વાંદરા અને બતક તરબૂચ ખાય છે. તે જ સમયે, કિંગ કોબ્રા તેના હાથમાં રાખેલા ગ્લાસમાં પાણી પી રહ્યો છે. સાપ મોં ખોલતા નથી, તેઓ નાના નસકોરા વડે પાણી ચૂસે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જુઓ વીડિયો…

કિંગ કોબ્રાનો અલગ અવતાર

જો કે આ પોસ્ટ જૂની છે, પરંતુ ફરી એકવાર આ વીડિયો વાયરલ થઈ રહી છે. કારણ કે, ગરમીના કારણે લોકોની હાલત દયનીય છે અને એવા ઓછા લોકો હશે જેઓ તરસ્યા કોબ્રાને પાણી પીતા જોતા હશે.

Next Article