સોશિયલ મીડિયા પર આપણને દરરોજ કેટલાક વિચિત્ર વીડિયો જોવા મળે છે. ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો છે, જેને જોઈને આપણને આશ્ચર્ય થાય છે. લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કંઈક એવું કરે છે, જેને જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે પોતાના જીવ જોખમમાં મુકી દેતા હોય છે.
સોશિયલ મીડિયા (Social Media) પર એક એવો વીડિયો જોવા મળ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈન્ટરનેટ પર વાયરલ (Viral Videos) થવા માટે એક યુવક પોતાનો જીવ જોખમમાં મુકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો(Funny Videos)માં યુવકે પોતાના જીવની પણ પરવા કરી ન હતી. જો કે, તેને પોતાનો જીવ બચાવા એક થાંભલાનો સહારો લીધો છે.
વીડિયો(Funny Viral Videos)માં છોકરા દ્વારા પોતાને બચાવવા માટે જે જુગાડ લગાવવામાં આવી રહ્યો છે તે જોઈને તમે પણ ચોંકી જશો. આપને જણાવી દઈએ કે એક યુવક સૌથી પહેલા પોતાની બાઇક સાથે રેલ્વે ટ્રેક પર જાય છે તે રેલ્વે ટ્રેક પર બાઇક ચલાવી રહ્યો છે. આ દરમિયાન પાટા પર એક પુલ આવે છે, તો તેણે વિચાર્યું પણ નહીં હોય કે પુલના પાટા પર ટ્રેન આવી જશે.
જોકે, યુવકનું નસીબ ખરાબ છે કે બાઇક સાથે પુલ પર હતો ત્યારે રેલવે ટ્રેક પર સામેથી ટ્રેન આવી હતી. આ પછી, છોકરો રેલ્વે બ્રિજના તે સિંગલ ટ્રેક પર પોતાનો જીવ બચાવવા માટે જે કરે છે તે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સામેથી આવતી ટ્રેનને જોઈને છોકરો ગભરાતો નથી પણ પોતાનો દિમાગ લગાવે છે. જુઓ વીડિયો.
યુવક પહેલા તેની બાઇકને પાટાની સાઈડમાં છોડી દે છે અને પોતે દોડીને પોલ પકડીને ઉભો રહે છે. આ રીતે, યુવક જુગાડ કરી બાઇક અને પોતાને ટ્રેનથી સુરક્ષિત રીતે બચે છે. આ વીડિયોને Instagram પર bhutni_ke_memes નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયો ટ્રેનમાં બેઠેલા એક વ્યક્તિએ બનાવ્યો છે. જે બાદ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. આ વીડિયો ક્યાંનો છે તે હાલ જાણી શકાયું નથી.
નોંધ: આ વાયરલ વીડિયો છે જેમાં વ્યક્તિ વાયરલ થવા આ ખતરનાક સ્ટંટ કરે છે ત્યારે આ રીતે કોઈ પણ પ્રકારના સ્ટંટ કરવા જોખમી સાબિત થઈ શકે છે. આ પ્રકારે કોઈ સ્ટંટ કરવા નહીં આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુથી અહીં દર્શાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Viral Video: પિતા પુત્રીના આ સુંદર વીડિયો પર લોકોએ ખુબ વરસાવ્યો પ્રેમ, જુઓ આ ક્યુટ વીડિયો
આ પણ વાંચો: Mobile Phone Tips: મોબાઈલની બેટરી લાઈફને વધારવા અપનાવો આ પાંચ રીત, નહીં કરવો પડે વારંવાર ફોન ચાર્જ