Viral: હાથીને ટ્રક પર ચઢાવતા આ શખ્સની તસ્વીર થઈ વાયરલ, લોકો આ કારણે કરી રહ્યા છે તેના વખાણ

|

Dec 19, 2021 | 8:39 AM

હાથીની એક તસવીર આ દિવસોમાં ચર્ચાનો વિષય બની છે, જેમાં એક માણસ એક હાથીને ટ્રક પર લઈ જઈ રહ્યો છે. તેને જોઈને એવું લાગે છે કે તે વ્યક્તિ હાથીને પાછળથી ધક્કો મારીને ટ્રકની ઉપર ચઢાવી રહ્યો છે.

Viral: હાથીને ટ્રક પર ચઢાવતા આ શખ્સની તસ્વીર થઈ વાયરલ, લોકો આ કારણે કરી રહ્યા છે તેના વખાણ
The picture of the person carrying the elephant in the truck

Follow us on

હાથી (Elephant)એ પૃથ્વી પર રહેતા વિશાળકાય પ્રાણીઓમાંનું એક છે. એશિયન સંસ્કૃતિમાં, તેઓ બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હાથીઓ તેમની યાદશક્તિ અને બુદ્ધિમત્તા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતમાં હાથીઓને ગજરાજ પણ કહેવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાઓ અને સમ્રાટો પાસે પણ હાથીઓની સેના હતી.

જો કે હવે દુનિયામાં હાથીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે અને તેનું સૌથી મોટું કારણ તેમનો શિકાર છે. મોટી સંખ્યામાં શિકારને કારણે હાથીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. જો કે આજના સમયમાં હાથી માત્ર જંગલ કે પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ હાથીઓને શોખથી ઉછેરે છે, તેમની સારી સંભાળ રાખે છે.

હાથીઓ સાથે જોડાયેલા ઘણા વીડિયો અને તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થાય છે. આવી જ એક વાયરલ તસ્વીર આજકાલ ચર્ચાનો વિષય બની છે, જેમાં એક વ્યક્તિ ટ્રક પર ભારે હાથીને લઈ જઈ રહ્યો છે. તેને જોઈને એવું લાગે છે કે તે વ્યક્તિ હાથીને પાછળથી ધક્કો મારીને ટ્રકની ઉપર ચઢાવી રહ્યો છે. જો કે આ શક્ય નથી, કારણ કે હાથી વિશ્વનું સૌથી વજનદાર પ્રાણી છે, જેનું વજન હજારો કિલો છે, પરંતુ અહીં અમે વાત કરી રહ્યા છીએ આધાર, લાગણી અને મદદના હાથની.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર હાથીની આ હૃદયસ્પર્શી તસવીર (Heart touching picture) શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘એવું બિલકુલ નથી કે પાછળથી ધક્કો મારનાર વ્યક્તિ હાથીને ટ્રકમાં બેસાડી શકે, પરંતુ માત્ર એટલા માત્રથી હાથીને ખબર પડી કે મારી પાછળ કોઈ છે જે મને મદદ કરી રહ્યું છે. આ લાગણીની મદદથી હાથી ટ્રકમાં ચઢી જશે.

આ તસવીરને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે, જ્યારે ઘણા લોકોએ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘બિલકુલ સાચું. હાથીને ખબર છે કે મહાવત તેને ધક્કો મારી રહ્યો છે, જેના પર તેને પૂરો વિશ્વાસ છે કે તે તેને સારા હેતુ માટે ટ્રકમાં બેસાડી રહ્યો છે. જો મહાવતને બદલે અન્ય કોઈ તેને ધક્કો મારશે તો તે તેને પાઠ ભણાવશે. એ જ રીતે અન્ય એક યુઝરે પણ કોમેન્ટ કરી છે કે, ‘તમે તસવીર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે! જો તમારી પીઠ પર કોઈનો હાથ હોય, તો તમે કોઈપણ પડકારને પૂર્ણ કરી શકો છો!’.

 

આ પણ વાંચો: શું છે જીવામૃત, કેવી રીતે બને છે અને ખેડૂતોની આવક વધારવામાં કેવી રીતે કરે છે મદદ, જાણો વિગતવાર

આ પણ વાંચો: Viral: ‘જલેબી ચાટ’ ની તસ્વીર જોઈ લોકો બોલ્યા આની ગરૂડ પુરાણમાં અલગ સજા છે !

Next Article