Dulhan Viral Video: ગુટખાબાજ દુલ્હન, કન્યાએ દેશી સ્ટાઈલમાં ચાવ્યા ‘ગુટખા’, વરરાજો ફોન પર વાત કરતો રહ્યો

Desi Dulhan Eating Gutkha Video: આ દિવસોમાં એક નવવિવાહિત કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ વાયરલ ક્લિપમાં દુલ્હન દેશી સ્ટાઈલમાં વરની સામે ગુટખા ખાતી જોવા મળે છે. હવે લોકો આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

Dulhan Viral Video: ગુટખાબાજ દુલ્હન, કન્યાએ દેશી સ્ટાઈલમાં ચાવ્યા ગુટખા, વરરાજો ફોન પર વાત કરતો રહ્યો
Desi Dulhan Eating Gutkha Video
| Edited By: | Updated on: May 29, 2023 | 5:37 PM

Rajsthan : તમે ગુટખા ખાતા પુરુષો ઘણા જોયા હશે, પરંતુ શું તમે કોઈ દુલ્હનને પાન મસાલો કે ગુટખા ખાતી જોઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. તેમાં જોઈ શકાય છે કે એક નવપરિણીત યુગલ રસ્તા પર ઊભું છે. જ્યારે વરરાજા ફોન પર વાત કરી રહ્યો હતો, ત્યારે કન્યા તક મળતાં જ તેના મોંમાં ગુટકા નાખી દે છે.

આ પણ વાંચો : Wedding Viral Video : ધોધમાર વરસાદ વચ્ચે વર-કન્યાની ભવ્ય એન્ટ્રી, લાખો લોકોએ જોયો આ અનોખા લગ્નનો વીડિયો

આ વાયરલ વીડિયો રાજસ્થાનના બરાનનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં સમૂહ લગ્ન સમારોહમાં નવપરિણીત યુગલ લગ્ન બાદ ઘરે જવા રવાના થઈ રહ્યું હતું. આ દરમિયાન વરરાજાના ફોનની રિંગ વાગે છે અને તે વાત કરવાનું શરૂ કરે છે. પરંતુ પછી દુલ્હન જે કરે છે તેને જોઈને નેટીઝન્સ અલગ-અલગ વાતો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન ગુટખા કાઢીને વરની સામે પોતાના મોંમાં નાખે છે. દુલ્હનને ગુટખામાં ‘જર્દા’ ભેળવતા પણ જોઈ શકાય છે.

ગુટખા ખાતી કન્યાનો વીડિયો અહીં જુઓ

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને મજા પડી રહી છે. કેટલાક તેને ગુટખાબાજ દુલ્હન કહી રહ્યા છે તો કોઈ કહે છે કે તેનામાં 36માંથી 36 ગુણો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 26 મેના રોજ બરાનમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2,222 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, જે હવે ગિનિસ બુકમાં નવા રેકોર્ડ તરીકે નોંધાયા છે.

(નોંધ : આ વીડિયો માત્ર મનોરંજન પુરતો છે. TV 9 ગુજરાતી આને પ્રોત્સાહન આપતું નથી. ગુટખા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.)

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:37 pm, Mon, 29 May 23