Viral : યુવકના ખતરનાક સ્ટંટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ ! આ સ્ટંટ જોઈને યુઝર્સે કહ્યું “હિંમત હોય તો જ જુઓ”

આજકાલ એક સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચામાં આવ્યો છે. જેમાં એક યુવક જે રીતે ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral : યુવકના ખતરનાક સ્ટંટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ ! આ સ્ટંટ જોઈને યુઝર્સે કહ્યું હિંમત હોય તો જ જુઓ
Stunt video goes viral
| Edited By: | Updated on: Nov 19, 2021 | 5:41 PM

Viral Video: કહેવાય છે કે લોકોને આ જીવન બહુ મુશ્કેલીથી મળ્યુ છે. પરંતુ ઘણા લોકો તેની પરવા કરતા નથી અને પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. આજકાલ બાળકોથી (Kids) લઈને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો ચસ્કો જોવા મળે છે. આ સ્ટંટ કરવામાં કેટલીકવાર લોકો પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ સ્ટંટ (Stunt) જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી જશો.

 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક રોડ પરથી દોડીને આવે છે અને રસ્તાની બીજી બાજુ કૂદી પડે છે. નવાઈની વાત એ છે કે તે વ્યક્તિ ખૂબ જ સુંદર રીતે સ્ટંટ કરીને બીજી બાજુ પહોંચી જાય છે. આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, સાથે જ લોકો આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ શેર કરી રહ્યા છે.

જુઓ વીડિયો

ખતરનાક સ્ટંટનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી‘into_the_fairies_world’નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

એક યુઝરે લખ્યું ‘આ ખતરનાક સ્ટંટના ચક્કરમાં ક્યારેક મોટી મુશ્કેલી થઈ શકે છે’. જ્યારે અન્ય એક યુઝરે (User)  લખ્યું, ‘આ મોતને આમંત્રણ આપવા જેવું છે’. વધુ એક યુઝરે લખ્યુ કે આ ખતરનાક સ્ટંટ જોઈને મારો હોંશ ઉડી ગયો. આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: કારતકમાં મેઘ તાંડવ ! આંધ્રપ્રદેશના તિરુચાનુરમાં પત્તાની જેમ બે માળની ઈમારત પૂરમાં ગરકાવ, જુઓ Video

 

આ પણ વાંચો: Viral Video : કાર પાર્ક કરવાની નવી સ્ટાઈલ ! આ યુવતીની કાર પાર્ક કરવાની અનોખી સ્ટાઈલ જોઈને તમે ચોંકી જશો

Published On - 5:40 pm, Fri, 19 November 21