Video : દોરડા કૂદતી-કૂદતી આ યુવતી અચાનક સમાઈ ગઈ જમીનમાં ! દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

|

Jan 21, 2022 | 4:27 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો થાઈલેન્ડનો છે.

Video : દોરડા કૂદતી-કૂદતી આ યુવતી અચાનક સમાઈ ગઈ જમીનમાં ! દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ
Accident video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા (Social Media) પર એક ખૂબ જ અજીબોગરીબ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થયા છે. વીડિયોમાં એક યુવતી સમુદ્ર કિનારે બંદરના પ્લેટફોર્મ પર દોરડું કૂદી રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ તૂટી જાય છે અને મહિલા બે ફૂટ નીચે ધસી જાય છે. જો કે, આ દરમિયાન તેણે પ્લેટફોર્મનો ઉપરનો ભાગ પકડી લીધો હોવાથી, તેનો જીવ બચી ગયો હતો. વાયરલ થયેલો આ વીડિયો થાઈલેન્ડનો (Thailand) જણાવવામાં આવી રહ્યો છે.

દોરડા કૂદતી વખતે થયુ કંઈક આવુ….!

આ ઘટના થાઈલેન્ડના રાચાબુરી પ્રાંતની છે. જ્યાં સોમવારે એક યુવતી નદીના કિનારે બનેલા બંદર પર દોરડું કૂદી રહ્યી હતી. થોડા સમય માટે બધું બરાબર ચાલતું હતું. બાદમાં અચાનક પ્લેટફોર્મનો એક ભાગ પડી ગયો. જેને કારણે તે લગભગ બે ફૂટ નીચે ધસી જાય છે. આ યુવતી કસરત દરમિયાન તેનો વીડિયો શૂટ કરી રહી હોવાથી આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ યુવતી પડતાની સાથે જ પ્લેટફોર્મને પકડી રાખે છે અને બાદમાં મદદ માટે ચીસો પાડતી જોવા મળે છે. બાદમાં આસપાસ કેટલાક લોકો આ યુવતીની મદદ કરતા જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, પોર્ટના માલિકે પ્લેટફોર્મને થયેલા નુકસાનના પૈસા પણ આ યુવતી પાસેથી વસૂલ કર્યા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ અકસ્માત જોઈને હું આશ્વર્ય ચકિત થઈ ગયો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral Video: લગ્નમાં બુલેટ ચલાવીને દુલ્હન પહોંચી માંડવે, વીડિયો જોઈને યુઝર્સે કહ્યું “એક વિવાહ ઐસા ભી”

Next Article