‘હાસ્યનો ડાયરો’: BFએ રાત્રે GFને કર્યો મેસેજ, સામેથી મળ્યો મજેદાર જવાબ
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: શ્રાધ્ધ ચાલુ થવાથી કાગડાઓ એ રાખ્યા સ્ટેટ્સ….
—————————-
કાગડા હવે ખીરથી કંટાળી ગયા છે
મિટિંગ ભરી…..
પીઝા બર્ગર માટે કરી માંગણી
😂🤣😂
———————-
BFએ રાત્રે GFને મેસેજ કર્યો ‘ગુડ નાઈટ હની’
સામેથી એની મમ્મીએ જવાબ આપ્યો ‘હની સુઈ ગઈ છે, હું મધમાખી છું..!!!’
😜😂
——————————
(નર્સ બાટલો ચઢાવવા આવી)
કાકા : આ શેનો બાટલો છે..??
નર્સ : મલ્ટીવિટામીનનો એટલે જમવા જેટલી શક્તિ મળે..
કાકા :……….તો આ પુરો થઈ જાય એટલે એક છાસનો બાટલો ચઢાવી જજો, મને જમ્યા પછી છાસ પીવાની ટેવ છે…..!!!!
🤣😂 —————————
(રઘુ એ કાગડાને બીડી પીવડાવી.,..)
મનુ : કેમ અલ્યા,,,એને બીડી પીવડાવે છે…??!!
રઘુ (ગળગળો થઈને) : દાદાને બીડી બોવ વ્હાલી હતી…!
😜
———————-
આ જગતમાં આપણાથી ત્રણ કામ બહુ સારા થઈ ગયા……
વોટ્સએપ આવ્યા પહેલા ભણી લીધું…
મેગી આવ્યા પહેલા મોટા થઈ ગયા…..
મોબાઈલ આવ્યા પહેલાં પરણી ગયા…
😂🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)