TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’:…….બસ, બહુ થયું, કાલથી છાપું જ બંધ!

|

May 15, 2022 | 9:53 AM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’:.......બસ, બહુ થયું, કાલથી છાપું જ બંધ!

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
પત્ની :- બોલતાં બોલતાં આપણા લગ્નના ત્રીસ વર્ષ પુરા થઈ ગયા નઈ…!

પતિ :- બોલતાં બોલતાં તારે થયાં છે… મારે તો સાંભળતા-સાંભળતા થયાં છે…!!
😂🤣😂
———————-
ભૂરો :- ભાભી જુઓ, પેલી છોકરી ક્યારની મારા ભાઈ સામે તાકી રહી છે…..

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભાભી :- હા, હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે…
😜😂
——————————
પતિ :- આજે ઊંઘ નથી આવતી

પત્ની :- તો વાસણ ઘસી નાખો…

પતિ :- હું તો ઊંઘમાં બોલું છું…
🤣😂
—————————
પત્ની (પતિને) – સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરી સારી નથી, તમે તમારા મિત્રને રોકતા કેમ નથી.

પતિ – તેણે મને રોક્યો હતો ?
😜
———————-
પત્ની – જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.

પતિ – બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.

પત્ની – (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?

પતિ – ના, કાલથી છાપુ બંધ
————————-
(Disclaimer:- આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article