TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ……અમારી પાસે સિક્કો માગો, તમારા ખિસ્સામાંથી ન કાઢો!

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (funny jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ......અમારી પાસે સિક્કો માગો, તમારા ખિસ્સામાંથી ન કાઢો!
hasya no dayro
| Edited By: | Updated on: May 02, 2022 | 9:34 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Laughter) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ (Happy) થતા રોકી શકશો નહીં.

——————————————

જ્યારે બાળકે શિક્ષક સાથે કરી મસ્તી….

શિક્ષકે સાયન્સ લેબમાં ખિસ્સામાંથી સિક્કો કાઢીને એસિડમાં નાખ્યો. પછી બાળકોને પૂછ્યું કે આ સિક્કો ઓગળશે કે નહીં…?

બાળક – સાહેબ, તે ઓગળશે નહીં.

શિક્ષક- સારું કર્યું, પણ તને કેવી રીતે ખબર પડી?

બાળક- સાહેબ, જો સિક્કો એસિડમાં નાખવાથી ઓગળી જાય, તો તમે અમારી પાસેથી સિક્કો માગો, તમારા ખિસ્સામાંથી ન કાઢો…!
😩 🤣🤣🤣😜😜😀😀😀
——————————————————-

શું વિચારી રહ્યા છો તમે….?

રઘુ- તું આટલા લાંબા સમયથી શું વિચારે છે?

મનુ- શું તને ખબર છે કે ગઈ રાતના તોફાનમાં મારા ઘરે ટી-શર્ટ ઉડીને આવ્યું?

રઘુ – હા, તો આમાં શું થયું?

મનુ- હું વિચારી રહ્યો છું કે મેચિંગ પેન્ટ લઈ લઉં કે બીજા તોફાનની રાહ જોઉં.

——————————-

ચિન્ટુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક રીંછ જોયું.

શ્વાસ રોકીને જમીન પર સુઈ ગયો

આ જોઈને રીંછ આવ્યું અને ચિન્ટુના કાનમાં કહ્યું, “ભૂખ નથી, નહીંતર તારી બધી હોંશિયારી કાઢી નાખત.
😂😝😁😃🤣

——————————–

(Disclaimer:- આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

આ પણ વાંચો:  Amazing Video: કપાળ પર મજેદાર મસાજ કરતા શિશુએ કંઈક આપ્યા આવા અદ્ભૂત રિએક્શન

આ પણ વાંચો:  Funny Video: ચકલી પર પણ ચડ્યું Pushpaનું ભૂત, શ્રીવલ્લી ગીત પર જૂઓ જબરદસ્ત ડાન્સ