TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ઓટો રીક્ષામાં સતત અલ્તાફ રાજાના ગીતો જ વાગતા હતા…
ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
ઓટો રીક્ષામાં સતત અલ્તાફ રાજાના ગીતો જ વાગતા હતા……
પેસેન્જર કંટાળી ગયો…..પણ રીક્ષા વાળાને ખરાબ ના લાગે ….એવી રીતે હળવેકથી પૂછ્યું…. અલ્તાફ રાજાના ” ફેન” લાગો છો….??
રીક્ષા વાળાએ કાતિલ નજરથી પાછળ જોયું…પછી બોલ્યો….
અલ્તાફ રાજા જ છું…😡
😜😜🤣🤣😜
……………………………………………………………………………………………………
કાલે… સાંજે… જમવા બેઠો…
પત્નીને કહ્યું “જાડી રોટલી બનાવ…”
બવ ગુસ્સે😡થઈ ગઈ…🤔
માંડ માંડ સમજાવી… કે… એમ કહેવા માગું છું… કે… થોડી “જાડી રોટલી” બનાવ…😎
ત્યારે માંડ શાંત થઈ…😥😏
😉 😜 🤪 😁 😀 😄 😆 😝 😂 🤣
……………………………………………………………………………………………………
મનોચિકિત્સકો કહે છે… પોતા માટે સમય કાઢો ! મારી પત્નીએ કીધું …
એકલા પોતા માટે શું કામ ? વાસણ કપડાં અને કચરા માટે પણ સમય કાઢો … ….જીવનમાં શાંતિ આપોઆપ આવશે😉🤪🤣🤪
……………………………………………………………………………………………….
શિક્ષક : ૧) તેણે વાસણ ધોયાં.. ૨) તેણે વાસણ ધોવા પડ્યાં..
આ બંને વાક્યમાં શું તફાવત છે ?
હોનહાર વિદ્યાર્થી (ચંદુ) : પ્રથમ વાક્યમાં કર્તા અવિવાહિત છે . જયારે બીજા વાક્યમાં કર્તા વિવાહિત છે .
સાહેબ એકાંતમાં 20 મીનીટ રોયા
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
આ મહિને જૈશ કમાન્ડર ઝાહિદ વાની સહિત 21 આતંકવાદી માર્યા ગયા, કાશ્મીરના IGP વિજય કુમારે કહ્યું શાંતિ જળવાઈ રહેશે
આ પણ વાંચો –
Video : શિક્ષકે ગાવાનુ કહેતા આ ટેણિયાએ શરૂ કર્યા ફિલ્મી સોંગ, વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે
આ પણ વાંચો –