TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક ભાઈ બિચારો ભર તડકામાં અગાસી ઉપર કપડાં સુકવતો હતો

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: એક ભાઈ બિચારો ભર તડકામાં અગાસી ઉપર કપડાં સુકવતો હતો
TV9 Gujarati 'Hasya No Dayro'
| Edited By: | Updated on: Jan 26, 2022 | 10:34 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

સવારમાં જીજ્ઞા મારાંથી વહેલી ઊઠે,
ઉઠીને એની ચાદર અને ગોદડું મને ઓઢાડી દે;
“હું તો ખુશ કેટલું ધ્યાન રાખે છે જીજ્ઞા મારું..”..

આ તો એક દિવસ મેં એની બહેનપણી સાથે ફોન પર વાત કરતા સાંભળી ત્યારે ખબર પડી
“સવારે ઊઠીને ગોદડાં સંકેલવાની કેટલી આળસ આવે?
હું તો અભય ને જ ઓઢાડી દઉં
એટલે એ જ સંકેલી લે” 🤪🤪🤪

…………………………………………………………………………………………………………………..

એક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અગાસી ઉપર કપડાં સુકવતો હતો..

મે કીધું “ભાઈ લગન થઈ ગયાં?”

બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં દીકરાને કપડાં સુકવવા મોકલે ???”

પછી મને થયું, કોણ આવી પારકી પંચાતમાં પડે ? મારે હજી વાસણ પોતાંય બાકી છે…!!
😏😏

……………………………………………………………………………………………………………………

ચા પીતા પીતા પતિના હાથમાં થી કપ નીચે પડી ગયો..☕
પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,
કપ ફુટયો નહોતો..

પત્ની સામે જોઈ કહ્યુ,
હાશ કપ બચી ગયો…

પત્ની – કપ નહી , તમે…

😂😜🙏

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Maharashtra: મુંબઈના બાંદ્રામાં આવેલી પાંચ માળની ઈમારત ધરાશાયી, 4 ફાયર ટેન્ડર અને 6 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી

આ પણ વાંચો –

Funny Video : સ્ટંટના ચક્કરમા કૂતરાની હાલ થઈ ખરાબ, વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો –

ગણતંત્ર દિવસના રોજ ટ્વીટર પર ટ્રેન્ડ થયું #Doordarshan, લોકોએ શેર કર્યા ધાંસૂ મીમ્સ