આ દુનિયા અને અવકાશ રહસ્યોથી ભરપૂર છે. અહીં અવારનવાર એવી ઘટના બને છે, જે આખી દુનિયાને આશ્વર્યમાં મુકી દે છે. આપણે ક્યારેકને ક્યારેક આવી આશ્વર્યચકિત કરતી ઘટનાના સાક્ષી રહ્યા હશુ. હાલમાં દુનિયાના એક દેશમાં એક આશ્વર્યચકિત કરતી ઘટના બની છે. સામાન્ય રીતે આકાશ વાદળી રંગનું હોય છે. સૂર્યોદય અને સૂર્યાઅસ્ત સમયે આકાશના રંગો થોડા ઘણા બદલાય છે. પણ આ ઘટનામાં દિવસમાં જ વાદળી રંગનું આકાશ ગુલાબી (Pink Sky) થઈ ગયુ હતુ. સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસ્વીરો વાયરલ (Viral) થઈ છે. આ તસ્વીરોમાં આકાશ ગુલાબી દેખાય છે, લોકો તેને જોઈને ચકિત થયા છે. ચાલો જાણીએ આ ઘટના ક્યા બની અને કેમ બની.
કહેવાય રહ્યુ છે કે આ ઘટના જવાલામુખીને કારણે બની છે. ગયા અઠવાડિયે આ ઘટના એન્ટાર્કટિકાના આકાશમાં બની છે. આકાશનો આ રંગ ઘણો વિચિત્ર છે. તેનાથી આખો વિસ્તાર ઘેરાયેલો છે. આ દુર્લભ ઘટના છે. જેના ફોટો ખુબ વાયરલ થયા છે. આ જોઈ એક બોલીવૂડની મૂવીનું નામ યાદ આવે – ધ સ્કાય ઈસ પિંક.
એક રિપોર્ટ અનુસાર, જ્વાળામુખી વિસ્ફોટ પછી, સલ્ફેટ કણો, દરિયાઈ મીઠું અને પાણીની વરાળથી બનેલા એરોસોલ્સ હવામાં ફરે છે. પછી તેઓ સૂર્યપ્રકાશને વેરવિખેર કરે છે. જેના કારણે આકાશ ગુલાબી, જાંબલી અને વાદળી રંગોથી ચમકી ઉઠે છે. તેથી જ એન્ટાર્કટિકામાં આકાશ ગુલાબી દેખાય છે.
આ ફોટા એન્ટાર્કટિકા ન્યુઝીલેન્ડ કે સાઈન્સ ટેક્નોલોજીના સ્ટુઅર્ટ શૉ એ પાડ્યા છે. સ્ટુઅર્ટ એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર ગુલાબી આકાશની તસવીરો અપલોડ કરી છે. તેણે તેના કૅપશનમાં લખ્યું- ‘માનો અથવા ન માનો, ઇન શૉટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને એડિટ કરવામાં નથી આવ્યુ. આ એક આશ્ચર્ય છે.’
તાજેતરમાં અમેરિકાના સાઉથ ડાકોટાના સિઓક્સ ફોલ્સમાં આકાશનો રંગ અચાનક લીલો થઈ ગયો હતો. આ પહેલા ચીનના ઝુશાન શહેરનું આકાશ લાલ રંગનું થઈ ગયું હતું. ન્યુઝીલેન્ડની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ એટમોસ્ફેરિક રિસર્ચ (NIWA) માટે એક અખબારી યાદીમાં આ ઘટના સમજાવવામાં આવી છે. ગુલાબી આકાશની સુંદરતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા છે.