Video : લોકડાઉન લગાવવા આ ટેણિયાઓની અપીલ, ભણવાને લઈને એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ

|

Jan 22, 2022 | 6:50 AM

આ દિવસોમાં એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં વિદ્યાર્થીઓ જે રીતે લોકડાઉન લગાવવા અપીલ કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : લોકડાઉન લગાવવા આ ટેણિયાઓની અપીલ, ભણવાને લઈને એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ
Students funny reaction over lockdown

Follow us on

Funny Video : સમગ્ર દેશમાં ફરી એકવાર, કોરોના વાયરસની (Corona Virus)  દહેશત જોવા મળી રહી છે. લોકો હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને પણ ચિંતામાં છે. તમને જણાવી દઈએ કે, નવા વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા ઘણા રાજ્યોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.સાથે જ દેશના કેટલાક સ્થળોએ લોકડાઉન (Lockdown) પણ લાદવામાં આવ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં કોરોનાના વધતા સંક્રમણને લઈને કેટલાક બાળકો ચિંતા વ્યકત કરતા લોકડાઉનની માંગ કરી રહ્યા છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઈન્ટરનેટ પર અવારનવાર બાળકો સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં ક્યારેક બાળકોનુ ટેલેન્ટ તો ક્યારેક તેની મસ્તી લોકોના આકર્ષણનુ કેન્દ્ર બને છે. તાજેતરમાં કેટલાક વિદ્યાર્થીઓનો આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.જેમાં કેટલાક વિદ્યાર્થીઓ લોકડાઉન અંગે પોતાનુ મંતવ્ય જણાવતા જોવા મળે છે.જો કે નવાઈની વાત તો એ છે કે, તે જે રીતે કોરોનાની ચિંતા વ્યકત કરી રહ્યા છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જુઓ વીડિયો

વિદ્યાર્થીએ આપ્યો કંઈક આવો જવાબ

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે. પછી એક વિદ્યાર્થી એન્કરિંગ કરીને બીજા વિદ્યાર્થી પાસે પહોંચે છે અને પૂછે છે કે તમને શું લાગે છે કે લોકડાઉન લાદવું જોઈએ કે નહીં ? તેના પર વિદ્યાર્થી કહે છે કે લોકડાઉન હોવુ જોઈએ. સાથે જ મારા જેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની પણ જરૂર છે.જ્યારે અન્ય એક વિદ્યાર્થી કહે છે કે, મને વાંચન-લખવાનું મન થતું નથી, તેથી લોકોડાઉન થવુ જોઈએ.

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી bhutni_ke_memes નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાહ…શું બાળકો દેશની ચિંતા કરી રહ્યા છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,બાળકોને માત્ર પ્રમોશન માટે લોકડાઉન જોઈએ છે.

આ પણ વાંચો : Video: અતરંગી વાંદરાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! શાકભાજી વેચતા વાંદરાને જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

Next Article