AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: અતરંગી વાંદરાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! શાકભાજી વેચતા વાંદરાને જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

વાયરલ થયેલો આ વીડિયો મધ્યપ્રદેશના સિવની જિલ્લાનો હોવાનું જાણવા મળી રહ્યુ છે. વીડિયોમાં વાંદરો જે રીતે શાકભાજી વેચી રહ્યો છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video: અતરંગી વાંદરાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! શાકભાજી વેચતા વાંદરાને જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Monkey selling vegetables
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:16 PM
Share

Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણી સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલીક વાર પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વાંદરાનો વીડિયો (Monkey Video) ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો જે રીતે સડક પર શાકભાજી (Vegetables) વેચી રહ્યો છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.વાયરલ થયેલો આ વીડિયો મધ્યપ્રદેશના સિવની જિલ્લાનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

વાંદરાએ તકનો આ રીતે લાભ ઉઠાવ્યો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વાંદરો દુકાન પર આરામથી બેઠો છે અને શાકભાજી ખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, દુકાનદાર થોડીવાર માટે બહાર ગયો કે તરત જ આ તકનો લાભ લઈને વાંદરો તેની જગ્યાએ ગાદલા પર બેસી ગયો. આ વીડિયો જોઈને એવું લાગી રહ્યુ છે કે વાંદરો શાકભાજીની દુકાન ચલાવી રહ્યો છે. વાંદરાનો આ અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.આ મજેદાર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયાએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચુક્યા છે.

યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આજે પાક્કુ થઈ ગયુ કે વાનરો આપણા પૂર્વજો છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,વાંદરાના તેવર જોઈને લાગે છે કે તે, ગ્રાહકોને ડિસ્કાઉન્ટ નહી આપે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral : જંગલ સફારી પાર્કમાં અચાનક ખુંખાર સિંહ ઘૂસી ગયો કારમાં, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ ” યે તો હોલિવુડ સીન હૈ

આ પણ વાંચો :

g clip-path="url(#clip0_868_265)">