Video : શાળામાંથી નિવૃત થયેલા શિક્ષકની અનોખી વિદાય, વિદ્યાર્થીઓએ રોઈ-રોઈને ગામ માથે લીધુ

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં શિક્ષકની નિવૃતિના દિવસે જે રીતે વિદ્યાર્થીઓ રડી રહ્યા છે તે જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

Video : શાળામાંથી નિવૃત થયેલા શિક્ષકની અનોખી વિદાય, વિદ્યાર્થીઓએ રોઈ-રોઈને ગામ માથે લીધુ
Teacher retirement video goes viral
| Edited By: | Updated on: Jan 12, 2022 | 4:07 PM

Viral Video : માણસના જીવનમાં શિક્ષકનું (Teacher) સ્થાન હંમેશા સર્વોચ્ચ માનવામાં આવ્યુ છે. પ્રાચીન ભારતીય માન્યતાઓ અનુસાર, શિક્ષકનું સ્થાન ભગવાન કરતાં ઉચ્ચ માનવામાં આવે છે. શિક્ષકોને શિષ્યના (Student) સાચા માર્ગદર્શક કહેવામાં આવે છે. જો કે આજના સમયમાં પહેલાના સમય જેવુ શિક્ષકોનુ મહત્વ રહ્યુ નથી.

ઘણી વાર વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને અન્ય બનાવો સામે આવે છે, પરંતુ કેટલાક શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓ (Student) માટે હંમેશા તત્પર રહે છે અને આવા શિક્ષકોને વિદ્યાર્થીઓ ભગવાનની જેમ પુજે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા(Social Media)  પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિક્ષકની વિદાય સમયે વિદ્યાર્થીઓ ખુબ રડતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શિક્ષકની વિદાય દરમિયાન તે પહેલા સાથી શિક્ષકોને ગળે લગાવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ તેમના પગ સ્પર્શેતા જોવા મળે છે. એક વિદ્યાર્થીએ તેમને હાર પહેરાવીને વિદાય આપી,તો કેટલાક વિદ્યાર્થીઓએ ભેટ તરીકે શાલ પણ આપી. આ દરમિયાન શિક્ષકની આંખમાં આંસુ આવી ગયા હતા સાથે જ વિદ્યાર્થીઓ પણ જોરજોરથી રડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ(Viral)  થઈ રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @ragiing_bull નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ વીડિયો જોઈને હું પણ ભાવુક થઈ ગયો. અન્ય એક યુઝરે લખ્યુ કે, શિક્ષક કભી સાધારણ નહી હોતા…આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : આ ટેણિયાને તરત જ મળ્યુ કર્મનુ ફળ, વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ “આવો ન્યાય તો ભગવાન પણ ન કરી શકે”