Viral : એર હોસ્ટસે એર બ્રીજ પર કર્યો ડાન્સ ! વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

|

Nov 11, 2021 | 11:20 PM

આજકાલ સોશિયલ મીડિયા પર બે એરહોસ્ટેસનો ડાન્સ વીડિયો છવાયો છે. એર બ્રીજ પર પંજાબી સોંગ પર ડાન્સ કરતી આ એરહોસ્ટેસને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે.

Viral : એર હોસ્ટસે એર બ્રીજ પર કર્યો ડાન્સ ! વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Air Hostess Dance Video goes viral

Follow us on

Viral  Video: સોશિયલ મીડિયા પર અવારનવાર ડાન્સ વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયોમાં ડાન્સ મુવ્સ જોઈને યુઝર્સ દંગ રહી જાય છે. તાજેતરમાં આવો જ એક ડાન્સ વીડિયો (Dance Video) ઈન્ટરનેટ પર છવાયો છે. આ વીડિયોમાં સ્પાઈસ જેટની બે એર હોસ્ટેસ એર બ્રીજ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ એપિક ડાન્સ જોઈને યુઝર્સને આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

એપિક ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવતી એરહોસ્ટેસના યુનિફોર્મમાં જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે આ બંને એર હોસ્ટેસ એર બ્રીજ (Air Bridge) પર પંજાબી સોંગ ના..ના પર ડાન્સ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પંજાબી સોંગ ના..ના મિકાસિંહ અને જોનિતા ગાંધીએ ગાયુ છે. આ એર હોસ્ટેસના ડાન્સ મુવ્સે (Dance Step) હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

 

જુઓ વીડિયો

 

આ એપિક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર yamatha.Uma નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ એરહોસ્ટેસનું નામ ઉમા છે અને તે તેની સાથી કર્મચારી સાથે ડાન્સ કરતી જોવા મળે છે.

 

યુઝર્સ આ ડાન્સ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) નોંધાવી રહ્યા છે. એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે પહેલી વાર કોઈને એર બ્રીજ પર ડાન્સ કરતા જોયા જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,શાનદાર….એપિક ડાન્સ, આ સિવાય અન્ય યુઝર્સ પણ આ એરહોસ્ટેસની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Video : અમદાવાદના ચોકલેટ બ્રાઉની પાને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, યુઝર્સ કહ્યુ “યે તો બહોત હો ગયા ભાઈ “

 

આ પણ વાંચો: Video: આ દુલ્હને તો ભારે કરી ! ગુસ્સે થયેલી દુલ્હને લગ્નમાં કંઈક એવુ કર્યુ કે મહેમાનોના હોંશ ઉડી ગયા

Published On - 7:37 pm, Thu, 11 November 21

Next Article