Unknown Facts : આ છે દુનિયાની સૌથી પ્રાચીન દ્રાક્ષની વેલ, ઉંમર જાણીને ચોંકી જશો

|

Sep 29, 2021 | 9:52 AM

Oldest grape tree : અત્યાર સુધી આ વૃક્ષમાંથી બનાવેલ વાઈન પણ દલાઈ લામા, બિલ ક્લિન્ટન, પોપ જોન પોલ II અને અભિનેતા બ્રેડ પિટને ભેટ તરીકે આપવામાં આવી છે.

Unknown Facts :  આ છે દુનિયાની સૌથી પ્રાચીન દ્રાક્ષની વેલ, ઉંમર જાણીને ચોંકી જશો
Some Interesting Facts about slovenia oldest grape tree in the world

Follow us on

દુનિયાભરના લોકો ફળોના દીવાના છે. તમે બધાએ દ્રાક્ષ (Grapes) ખાધી જ હશે. મોટાભાગના લોકોએ દ્રાક્ષના વેલામાં દ્રાક્ષ પણ જોઈ હશે. અમે તમને જણાવી દઈએ કે દ્રાક્ષ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફળ છે. આ સાથે જ તેનો ઉપયોગ વાઇન(Wine) બનાવવામાં પણ થાય છે. મહારાષ્ટ્ર (maharashtra)-કર્ણાટક (Karnatak) જેવા રાજ્યમાં દ્રાક્ષની ખેતી ટોપ પર આવે છે. આજે અમે તમને દ્રાક્ષના ઝાડ સાથે જોડાયેલી આવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ, જાણીને તમે ચોંકી જશો.

દ્રાક્ષનો વેલો જેની આપણે વાત કરી રહ્યા છીએ તે વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ છે, જેની ઉંમર 500 વર્ષથી વધુ છે. હા, આ વાંચ્યા પછી તમને આશ્ચર્ય થયું હશે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સાચું છે. આ વૃક્ષ વિશ્વ યુદ્ધ સહિત વિશ્વની ઘણી મહત્વની ઘટનાઓ કરતાં જૂનું છે. સ્લોવેનિયા મધ્ય યુરોપનો એક દેશ છે. વિશ્વની સૌથી જૂની દ્રાક્ષની વેલો મેરીબોર શહેરમાં છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ વૃક્ષ વર્ષ 1570 નું છે અને આ વૃક્ષની વેલો પર દ્રાક્ષ હજુ પણ ઉગે છે. તે ‘ધ ઓલ્ડ વાઇન હાઉસ’ નામની ઇમારતની આસપાસ ફેલાયેલ છે. એક અહેવાલ મુજબ આજે પણ દર વર્ષે આ ઝાડ પર 35 થી 55 કિલો દ્રાક્ષનું ઉત્પાદન થાય છે.આ દ્રાક્ષમાંથી ખૂબ જ સારી વાઇન બનાવવામાં આવે છે, ત્યારબાદ આ વાઇનની 100 બોટલ એક વર્ષમાં બનાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ દ્રાક્ષના ઝાડે ઘણી લડાઈઓ પણ જોઇ છે, આ સાથે, તમને જણાવી દઈએ કે આ દ્રાક્ષના વેલાઓમાં ઘણી વખત આગ પણ લાગી છે અને જંતુઓએ આસપાસની વેલોનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ વૃક્ષ આજે પણ જીવંત છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ વૃક્ષમાંથી બનાવેલ વાઈન પણ દલાઈ લામા, બિલ ક્લિન્ટન, પોપ જોન પોલ II અને અભિનેતા બ્રેડ પિટને ભેટ તરીકે આપવામાં આવી છે.

આ પણ વાંચો –

Punjab Crisis: સિદ્ધુના રાજીનામાને કારણે પંજાબ કોંગ્રેસમાં હંગામો, મુખ્યમંત્રી ચન્નીએ બેઠક બોલાવી, શું નિકળશે કોઈ રસ્તો

આ પણ વાંચો –

Unseen Photos : આલિયા-રણબીરની રોમેન્ટિક ડેટની તસવીરો આવી સામે, એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા બંને સ્ટાર્સ

આ પણ વાંચો –

રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ બે શેરમાં રોકાણથી એક મહિનામાં 893 કરોડ રૂપિયાની કમાણી કરી , શું છે આ સ્ટોક તમારી પાસે છે?

Next Article