Ajab-Gajab: ભારતના આ અનોખા ગામમાં ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ, આ પરંપરા પાછળ અંધ વિશ્વાસ કે આસ્થા?

તમે આદિવાસીઓના વિચિત્ર નિયમો વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. આ વિચિત્ર નિયમ સામાન્ય લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજે અમે તમને તમિલનાડુના આવા જ એક ગામની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં લોકો ચંપલ અને જૂતા પહેરતા (footwear) નથી.

Ajab-Gajab: ભારતના આ અનોખા ગામમાં ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ, આ પરંપરા પાછળ અંધ વિશ્વાસ કે આસ્થા?
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 7:50 PM

આજના સમયમાં પગરખાં અને ચંપલ (Footwear) પહેરવું એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે પણ શું તમે કલ્પના કરી શકો છો કે તમારે કાયમ ચંપલ વગર જીવવું પડશે? ચોક્કસ તમારામાંના મોટાભાગના લોકો આવી વસ્તુની કલ્પના પણ કરવા માંગતા નથી. પરંતુ ભારતમાં એક એવું ગામ છે જ્યાં જૂતા અને ચંપલ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુના મદુરાઈથી 20 કિલોમીટર દૂર કાલિમાયણ ગામની. (kalimayan village) આ ગામના લોકો તેમના બાળકોને ચંપલ અને જૂતા પહેરવાની મનાઈ કરે છે. આ ગામમાં જો કોઈ આકસ્મિક રીતે પગરખાં પહેરે તો તેને સખત સજા ફટકારવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અપાછી દેવતામાં પોતાનો વિશ્વાસ બતાવવા માટે અહીંના લોકો આદર સાથે જૂતા અને ચપ્પલ ના પહેરીને પોતાનું જીવન જીવી રહ્યા છે. અહીંના લોકોના મતે જો આ રિવાજને અનુસરવામાં નહીં આવે તો તેમના પ્રિય દેવતાઓ ગુસ્સે થશે અને આ ગામ પર ભયંકર ક્રોધ આવી શકે છે.

ગામને આ ક્રોધમાંથી બચાવવા માટે આ અનોખું ગામ પેઢીઓથી આ નિયમનું પાલન કરી રહ્યું છે. એટલું જ નહીં બહારથી અહીં આવતા લોકોએ પણ આ નિયમનું પાલન કરવું પડશે. જો કે જો તમે આ ગામની મર્યાદાની બહાર જાવ તો આ નિયમ લાગુ પડતો નથી. આ પ્રથાથી સ્પષ્ટ છે કે ગામલોકો તેમના ગામને દેવસ્થાનથી ઓછું નથી માનતા હવે તે જ નિયમ છે કે લોકો મંદિરમાં પ્રવેશતા પહેલા તેમના પગરખાં અને ચંપલ ઉતારે છે.

આ કારણથી લોકો ચંપલ પહેરતા નથી

કહેવાય છે કે આ ગામના લોકો સદીઓથી અપાછી નામના દેવતાની પૂજા કરતા આવ્યા છે. તેઓ માને છે કે માત્ર અપાછી નામના દેવતા જ તેમની રક્ષા કરે છે. આ દેવતામાં શ્રદ્ધા દર્શાવવા માટે ગામની હદમાં ફૂટવેર પહેરવાની મનાઈ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામના લોકો સદીઓથી આ અદ્ભુત પરંપરાને અનુસરી રહ્યા છે. આ સ્થિતિમાં જો આ ગામના લોકોને બહાર જવું હોય તો તેઓ ગામની હદમાંથી બહાર ગયા પછી તેમના પગમાં ચંપલ પહેરે છે અને પછી જ્યારે તેઓ પાછા આવે છે. ત્યારે તેઓ ગામની મર્યાદા પહેલા ચંપલ ઉતારી લે છે. આવી સ્થિતિમાં અહીંના લોકો જૂતા અને ચંપલ પહેરવાના નામે ગુસ્સે પણ થાય છે.

આ પણ વાંચો : જેનરિક અને બ્રાન્ડેડ દવા વચ્ચે શું તફાવત છે? જાણો કેમ જેનરિક દવા આટલી સસ્તી હોય છે?

આ પણ વાંચો :Rajkot : RK ગ્રુપ પર IT સર્વમાં 300 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા, દસ્તાવેજોના કોથળાં ભરાયા

g clip-path="url(#clip0_868_265)">