‘તો હવે શુ હું મારુ નામ બદલીને Elon Musk રાખી શકુ છું..’ Twitter ના CEO ના નવા કારનામા બાદ સામે આવ્યા રિએક્શન્સ

|

Jan 26, 2023 | 7:14 PM

Twitter ના CEO Elon Muskએ જ્યારથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરને ખરીદ્યુ છે. ત્યારથી તેના નિયમ-કાયદા બદલવાની સાથે સાથે તેના નામ પણ બદલી ચુકી છે. આ વખતે તેમણે તેમનું જ નામ બદલી નાખ્યુ છે.

તો હવે શુ હું મારુ નામ બદલીને Elon Musk રાખી શકુ છું.. Twitter ના CEO ના નવા કારનામા બાદ સામે આવ્યા રિએક્શન્સ

Follow us on

વિશ્વના બીજા સૌથી અમીર શખ્સ એલન મસ્કે જ્યારથી ટ્વીટર ખરીદ્યુ છે, ત્યારથી તેઓ યુઝર્સ વચ્ચે ઘણા ચર્ચામાં રહે છે. પછી તે તેમના કોઈ નિર્ણયને લીધે હોય કે પછી ટ્વીટ. ઈન્ટરનેટ પર આવવાની સાથે જ તે  વાયરલ થઈ જાય છે. આ જ કડીમાં તેમણે તેમનુ નામ બદલી સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. એલન મસ્કે જ્યારે તેનુ નામ બદલ્યુ છે. મસ્કે ટ્વીટર પર તેનુ ડિસ્પ્લે નામ ચેન્જ કર્યુ છે. અત્યારે તે Mr. Tweet છે.

એલન મસ્ક ટ્વીટર પર ઘણા એક્ટિવ રહે છે અને અનેક મુદ્દાઓ પર પોતાની વાત રાખે છે. પછી તે રાજનીતિને લઈને હોય કે પછી બિઝનેસને લઈને. ટ્વીટરના બોસ એલન મસ્કે આ મુદ્દા પર ટ્વીટ કર્યુ છે. “મે મારુ નામ બદલી મિસ્ટર ટ્વીટ કર્યુ છે. પરંતુ ટ્વીટર મને બદલવા નથી દઈ રહ્યુ.” આ મામલો જેવો લોકોની સામે આવ્યો. આ મુદ્દો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો. અને લોકો પોતપોતાની પ્રતિક્રિયા દેવા લાગ્યા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહીં જુઓ લોકોના રિએક્શન્સ 

 

એક યુઝરે લખ્યુ છે તો શું હું મારુ નામ એલન મસ્ક રાખી શકુ છુ.

 

અન્ય એક યુઝરે લખ્યુ છે કે ‘આ નામને જોયા બાદ હું મારુ હસવાનુ રોકી નથી શક્તો.’

એક યુઝરે લખ્યુ “તમે ચાહે ગમે તેટલીવાર તમારુ નામ બદલો તમારુ બ્લુ ટીક નહીં હટે.”

આ પણ વાંચો: બ્લુ, ગોલ્ડન કે ગ્રે…Twitter પર કોને મળશે કેવું વેરિફિકેશન બેઝ? આ છે એલન મસ્કનો પ્લાન

ઉલ્લેખનીય છે કે એલન મસ્ક નામે તેનુ નામ મજાકમાં સ્વરૂપમાં બદલ્યુ છે. ખરેખર થયુ એવુ કે મસ્ક પર કેસ કરનારા શેરધારકોના એક ગૃપનુ પ્રતિનિધિત્વ કરનારા એક વકીલે કોર્ટમા એલન મસ્કને મિસ્ટર ટ્વીટ કહી દીધુ. ત્યારબાદ તેમણે તેના ઓફિશિયલ હેન્ડલ પર જ પોતાનું નામ રાખી લીધુ. એલન મસ્કનું કારસ્તાન આપને થોડુ અજીબ તો જરૂર લાગશે. કારણ કે ટ્વીટર પોલિસી અંતર્ગત આવુ કરવુ શક્ય નથી.

Published On - 7:05 pm, Thu, 26 January 23

Next Article