જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો, તો તમે એક કરતા વધારે પ્રૅન્ક વીડિયો (Prank videos)જોયા જ હશે. આમાંની કેટલાક પ્રેન્ક (Funny prank video)આશ્ચર્યજનક હોય છે તો કેટલાક જોઈને દિલ પણ ગભરાઈ જાય છે. જો કે, મોટાભાગના પ્રૅન્ક વીડિયો એવા હોય છે કે જેને જોઈને તમે તમારા હાસ્યને કંટ્રોલ કરી શકતા નથી અને તમે હસવા લાગો છો. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાની દુકાનની બહાર ઉભા રહીને એવું કંઈક કરે છે, જેને જોઈને કેટલાક લોકો ડરી જાય છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં લોકો ખુબ હસી રહ્યા છે.
વાયરલ થયેલો આ વીડિયો એક બજારનો છે, જ્યાં એક વ્યક્તિ તેની દુકાનની બહાર વાસણો સાફ કરતો જોવા મળે છે. આ દરમિયાન ત્રણ લોકો તેની દુકાન તરફ આવતા દેખાય છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું બને છે, જેને જોઈને તમે ચોક્કસ હસવા લાગશો. તમે જોઈ શકો છો કે ત્રણેય આવી રહેલા લોકો પર દુકાનદારે કઢાઈ ઉપાડીને તેમની તરફ ફેંકવાની કોશિશ કરી. આ જોઈને ત્રણેય ખૂબ જ ગભરાઈ જાય છે. ખરેખર, ત્રણેયને લાગે છે કે વાસણમાં પડેલું ગંદુ પાણી તેમના ચહેરા પર આવી જશે. પણ એવું કંઈ નહોતું. દુકાનદાર એમની સાથે મસ્તી કરી રહ્યો હતો.
આ ફની પ્રૅન્ક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 42 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે. આ સિવાય ઘણા લોકોએ ઈમોટિકોન્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.
એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, આ વીડિયો પાકિસ્તાનનો છે. તે જ સમયે એક અન્ય યુઝર કહે છે કે ભાઈ આવું કોણ કરે છે. તેવી જ રીતે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, આ વીડિયો જોયા બાદ મને હસી હસીને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. એકંદરે, દુકાનદારના આ પ્રૅન્ક વીડિયોએ બધાને ખુબ હસાવ્યા છે.
આ પણ વાંચો:PM Awas Yojana હેઠળ તમને સબસીડી મળી રહી છે કે નહિ? જાણવા અનુસરો આ સરળ સ્ટેપ્સ
Published On - 7:37 am, Wed, 9 March 22