Viral Video: હવામાં ઊંચાઈ પર પ્લેનનું ટાયર બદલવા લાગી આ મહિલા, ખતરનાક સ્ટંટનો વીડિયો થયો Viral

કેટલીક ઘટનાઓના વીડિયો એટલા ખતરનાક હોય છે કે લોકો વિચારવા મજબૂર થઈ જાય છે કે આવુ કઈ રીતે બની શકે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ચાલુ પ્લેનમાં ટાયર બદલતી જોવા મળી રહી છે.

Viral Video: હવામાં ઊંચાઈ પર પ્લેનનું ટાયર બદલવા લાગી આ મહિલા, ખતરનાક સ્ટંટનો વીડિયો થયો Viral
Shocking Viral Video
| Edited By: | Updated on: Mar 19, 2023 | 8:05 PM

સોશિયસ મીડિયા પર એકથી એક ધમાકેદાર અને મજેદાર વીડિયો વાયરલ થતા રહે છે પણ તેમાંથી કેટલાક વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને દંગ કરી દેતા હોય છે. કેટલીક ઘટનાઓના વીડિયો એટલા ખતરનાક હોય છે કે લોકો વિચારવા મજબૂર થઈ જાય છે કે આવુ કઈ રીતે બની શકે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ચાલુ પ્લેનમાં ટાયર બદલતી જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોમાં કેટલાક લોકો મહિલાને ટાયર પહેરાવતા જોવા મળે છે. પછી તે મહિલા પ્લેનની મદદથી હવામાં જાય છે અને તેનું પ્લેન બીજા પ્લેનની બાજુમાં જ ઉડવા લાગે છે. તે પછી મહિલા તેના પ્લેનમાંથી નીચે ઉતરીને બીજા પ્લેનમાં જાય છે, તે પહેલા તેની પાંખ પર ચાલવા લાગે છે. આ પછી તે દોરડા કે ટેકાનો ઉપયોગ કર્યા વિના પ્લેનના ટાયર સાથે જોડાયેલા પોલ પર લટકી જાય છે અને પછી તે પ્લેનના ટાયરને હવામાં જ બદલી નાખે છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્યાથી આવે છે આવા લોકો ? અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મજેદાર વીડિયો છે આ તો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા