Viral Video : મોતની દાવત બની વાઘ સામે પહોંચ્યું હરણ, દિલધડક વીડિયો થયો વાયરલ

Tiger Video : હવે તો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આવા લાઈલ્ડ લાઈફના રોમાંચક વીડિયો જોવા મળતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફને લગતો એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો વીડિયો તમે ભાગ્યે જ પહેલા જોયો હશે.

Viral Video : મોતની દાવત બની વાઘ સામે પહોંચ્યું હરણ, દિલધડક વીડિયો થયો વાયરલ
Shocking Viral Video
| Edited By: | Updated on: Mar 23, 2023 | 9:57 PM

આપણામાંથી મોટાભાગના લોકો બાળપણથી જ વાઈલ્ડ લાઈફ વીડિયો જોવાના શોખીન છે. પહેલાના સમયમાં લોકો ટીવી પર ડિસ્કવરી જેવી ચેનલ પર વાઈલ્ડ લાઈફના વીડિયો જોતા હતા. આધુનિક સમયમાં હવે લોકો મોબાઈલમાં આવા શો જોતા હોય છે. હવે તો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આવા લાઈલ્ડ લાઈફના રોમાંચક વીડિયો જોવા મળતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફને લગતો એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો વીડિયો તમે ભાગ્યે જ પહેલા જોયો હશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક જંગલના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાઘ ખુલ્લા રસ્તા પર ઊંઘ લઈ રહ્યો છે. આરામ કરી રહેલા વાઘ સામે બીજી તરફથી 2 હરણ આવતા જોવા મળી રહ્યાં છે. તેઓ વાઘ તરફ આવતા જોવા મળે છે. પણ જેવા તેમને વાઘના હોવાનો અહેસાસ થાય છે, તેઓ ત્યાં જ અટકી જાય છે. જેવો વાઘ જાગે છે કે તેઓ ત્યાંથી દોડીને દૂર જવાનો પ્રયત્ન કરે છે. ઊંઘમાંથી ઉઠેલો વાઘ કઈક સમજે તે પહેલા તો તે 2 હરણ ઘણા દૂર જતા રહ્યા હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શિકાર પોતે જ શિકાર બનવા આવ્યા હતા. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર જોરદાર છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેમેરામેનની હિમંતને સલામ.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા