સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આ દુનિયામાં અનેક પ્રકારના પ્રાણીઓ છે. તેમા સૌથી વધારે રમૂજી હોય છે વાંદરાઓ. આ વાંદરાઓની મસ્તીના અનેક વીડિયો તમે સોશિયલ મીડિયા (Social Media) પર જોયા જ હશે. વાંદરાઓની ઘણી હરકતો માણસ જેવી હોય છે અને કેટલીકવાર માણસોની હરકત પણ વાંદરા જેવી હોય છે. એટલે જ ઘણીવાર કહેવામાં આવે છે કે, ‘વાંદરાવેડા ના કર.’ સોશિયલ મીડિયા પણ તેમના વીડિયો તેમની રમૂજી હરકતો માટે વાયરલ થતા હોય છે. પણ હાલમાં જે વાંદરાનો વીડિયો વાયરલ (Monkey Viral video) થયો છે તે ખરેખર ભયાનક છે. ચાલો જાણીએ કે શું છે આ વાયરલ વીડિયોમાં.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો ઘરની બહાર એક કાર પાસે સીડી સાથે રમી રહ્યા છે. ત્યા અચાનક વાંદરો આવે છે અને બાળકો પર હુમલો કરવા લાગે છે. કેટલાક બાળકો ત્યાથી બચીને ભાગવામાં સફળ થાય છે. પણ એક નાની બાળકી ત્યા જ વાંદરાના હાથમાં ફસાઈ જાય છે. વાંદરો તેના પગ પકડીને તેને ઘસડવાનો પ્રયત્ન કરે છે. બાળકી આ જોઈ ડરી જાય છે અને જોરજોરથી બૂમો પાડવા લાગે છે.
ત્યારબાદ તેની માતા ત્યા આવી પહોંચે છે. તે હિંમત કરીને પોતાની બાળકીને વાંદરા પાસે છે છોડાવાનો પ્રયત્ન કરે છે. તે વાંદરો બાળકીના પગ પકડી રાખે છે. તેવામાં બાળકીના પિતા ત્યા આવે છે. તેને ડરાવવાનો પ્રયત્ન કરે છે. બાળકી તેના માતાના હાથમાં આવી જાય છે. પણ વાંદરો ફરી તેને પકડે છે અને તે બધાની સાથે ઘર તરફ દોડે છે અને બાળકીને ઘરની બહાર ફરી લાવે છે. આવું 2 વાર થાય છે. આગળ શું થયુ હશે ? ચાલો જાણીએ.
એક રિપોર્ટ અનુસાર, આ ઘર એક અમીર માણસનું છે અને આ કપલ યૂક્રેનના શરણાર્થીઓ છે. આ બાળકી માત્ર 2 વર્ષની છે. તેના હાથ અને પગ પર ઘણા ઘાવ હતા અને લોહી પણ વહી રહ્યુ હતુ. હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી અને હાલ તે નોર્મલ વોર્ડમાં છે. માતા-પિતાની હિંમતને કારણે તે ખતરનાક વાંદરાના હુમલાથી તે બાળકીનો જીવ બચી શક્યો.