Funny Video: સોશિયલ મીડિયા પર દરરોજ સ્ટંટ વીડિયો વાયરલ (Viral) થતાં જોવા મળે છે. જેમાં કેટલાક લોકો પરફેક્શન સાથે સ્ટંટ (Stunt) કરતા જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો પ્રેક્ટિસ વગર ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) કરતા જોવા મળે છે, જેને કારણે બાદમાં તેને સહન કરવાનો વારો આવે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક સાઈકલ પર સ્ટંટ (Cycle Stunt) કરી રહ્યો છે, પરંતુ એ દરમિયાન કંઈક એવુ થાય છે જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સાઈકલ લઈને પાર્કમાં ફુવારાની રેલિંગ પર સ્ટંટ કરી રહ્યો છે. આ દરમિયાન યુવકની સામે એક યુવતી આવે છે. બાદમાં યુવતી નીચે બેસીને તેના બુટની દોરી બાંધતી જોવા મળે છે. આ દરમિયાન યુવક યુવતીને સ્ટંટ બતાવવા માટે ઉત્સાહિત થઈ જાય છે. પરંતુ અચાનક તેનુ બેલેન્સ બગડે છે અને તે સાઈકલ સહિત યુવતી પર પડે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.
આ સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી mohd_junaid_ch77 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે યુવકે આ રીતે ઉત્સાહિત થવાની જરૂર નહોતી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે બંનેને ઈજા થઈ જોઈને ખુબ દુ:ખ થયુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો : Video : મૂનવોક કરતા કબૂતરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયો જોઈને તમે પણ હસી હસીને લોટ પોટ થઈ જશો
Published On - 7:29 pm, Sun, 2 January 22