Share Market : કોરોનાના વધતાં કેસની અસર , સતત બીજા દિવસે બજાર તૂટ્યું, SENSEX 740 અને NIFTY 224 અંક લપસ્યો

|

Mar 25, 2021 | 4:21 PM

ભારતીય શેરબજાર(Share Market) આજે સતત બીજા દિવસે મોટા ઘટાડા સાથે બંધ રહ્યું છે. બીએસઈ સેન્સેક્સ 740 અંકના તૂટીને 48,440.12 પર બંધ થયો છે.

Share Market :  કોરોનાના વધતાં કેસની અસર ,  સતત બીજા દિવસે બજાર તૂટ્યું, SENSEX 740 અને NIFTY 224 અંક લપસ્યો
પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.

Follow us on

ભારતીય શેરબજાર(Share Market) આજે સતત બીજા દિવસે મોટા ઘટાડા સાથે બંધ રહ્યું છે. બીએસઈ સેન્સેક્સ 740 અંકના તૂટીને 48,440.12 પર બંધ થયો છે. આજના કારોબાર દરમિયાન ઈન્ડેક્સ 48,236 ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. નિફટીએ 224.50 અંક સરકીને 14,324.90 નીએ સપાટી ઉપર કારોબાર સમાપ્ત કર્યો હતો. ઇન્ડેક્સ આજે 14,264.40 સુધી લપસ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market Index Loss
Sensex 48,440.12 −740.19 (1.51%)
Nifty 14,324.90 −224.50 (1.54%)

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસોની અસરના પગલે શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો છે. આજે બજાર થોડી વૃદ્ધિ સાથે શરૂ થયું હતું . સવારે સેન્સેક્સ 21 અંક વધારા 49,201.98 પર ખુલ્યો હતો. આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.22 ટકા સુધી લપસીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.04 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.85 ટકા ઘટીને બંધ થયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 26 ના શેરમાં ઘટાડો થયો છે. મારુતિ અને ભારતી એરટેલ સૌથી વધુ ૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. ડો. રેડ્ડીના શેર માં પણ નરમાશ દેખાઈ હતી. રિલાયન્સ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ સહિત એચડીએફસી બેંકના શેર સહિતના મોટા શેર પણ 2% થી વધુ તૂટ્યા છે.

એક્સચેંજમાં 70% શેરના ભાવ ઘટ્યા છે . માર્કેટ કેપમાં 3.7 લાખ કરોડનો ઘટાડો થયો છે. BSE માં 756 શેર વધ્યા અને 2188 ઘટાડા સાથે બંધ થયા છે. આજે 3,121 શેરોમાં કારોબાર થયો હતો. કુલ 368 શેર્સમાં લોઅર સર્કિટ છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ગઈ કાલે રૂ 202.48 લાખ કરોડ હતી જે ૩.૭ લાખ કરોડના ઘટાડા સાથે રૂ 198.81 લાખ કરોડ થઈ ગઈ છે.

શેરબજારમાં આજે આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.
SENSEX
Open  49,201.98
High  49,247.95
Low   48,236.35

NIFTY
Open  14,570.90
High  14,575.60
Low   14,264.40

Published On - 4:19 pm, Thu, 25 March 21

Next Article