Viral: ટીવી પર પક્ષીને જોઈ બિલાડીએ મારી છલાંગ ! પછી થઈ જોવા જેવી, જૂઓ વીડિયો

|

Dec 19, 2021 | 9:30 AM

બિલાડીનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલાડી પક્ષીનો શિકાર કરવા ટીવી પર કૂદી પડી અને પછી જે થયું તે જોઈને તમે હસવું રોકી નહીં શકો.

Viral: ટીવી પર પક્ષીને જોઈ બિલાડીએ મારી છલાંગ ! પછી થઈ જોવા જેવી, જૂઓ વીડિયો
Cat Funny Viral Video

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર પ્રાણીઓ અને પક્ષીઓના વીડિયો વાયરલ (Viral Videos) થતા રહે છે. આવા ઘણા વીડિયો જોઈને આપણને આપણી આંખો પર વિશ્વાસ નથી થતો, પરંતુ હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. જે જોઈને દરેકને હસવું આવી રહ્યું છે. બિલાડીઓ અદ્ભુત શિકારી હોય છે, પછી ભલે તે ઘરમાં રહેતી પાલતુ બિલાડી હોય કે જંગલમાં રહેતી શિકારી બિલાડી.

આ જ વાતને સાબિત કરતો એક ફની વીડિયો (Funny Viral Videos) ટ્વિટર પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક પાલતુ બિલાડી (Cat Viral Videos) પક્ષીને શિકાર બનાવવા વિચાર્યા વિના ઉંચી કૂદીને પક્ષી પર હુમલો કરે છે, ત્યારબાદ તે જોરથી જમીન પર પડી જાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી અને કૂતરો બંને એકસાથે ટીવી જોઈ રહ્યાં છે. ટીવી જોતી વખતે અચાનક સ્ક્રીન પર એક પક્ષી દેખાય છે. બિલાડી વિચારે છે કે તે એક વાસ્તવિક પક્ષી છે, તેથી તે પક્ષીને જોતાની સાથે જ જોરથી કૂદી પડે છે, પરંતુ ટીવી પર કૂદતા જ બિલાડી જમીન પર પડી જાય છે. જેને જોઈને લોકોનું હસવા આવી રહ્યું છે.

આ ફની વીડિયો ટ્વિટર (Twitter) પર @buitengebieden_ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને આ સમાચાર લખાય છે ત્યાં સુધી 2.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને જોઈને લોકોએ જોરદાર કોમેન્ટ્સ પણ કરી છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે આ નજારો ખરેખર ફની છે, તેને જોયા બાદ હું હસવાનું રોકી શકતો નથી. ત્યારે અન્ય યુઝરે લખ્યું કે તેથી જ મારી બિલાડી ટીવી નહીં પણ ટેબલેટ જુએ છે, આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી.

 

આ પણ વાંચો: Crime: ટ્રાફિક જામમાં ફસાયેલી કાર પર વરસી અંધાધુંધ ગોળીઓ, હિસ્ટ્રીશીટર સહિત બે લોકોના મોત

આ પણ વાંચો: Tips and Tricks: ઓનલાઈન ખરીદી કરતા સમયે અપનાવો આ સરળ સેફ્ટી ટિપ્સ, ક્યારેય નહીં રહે હેકિંગનું જોખમ

Next Article