Trending Video: દેશી છોકરાઓની સર્વિસથી ‘Russian Girl’ ખુશ, પહેલા ક્રીમ લગાવી અને પછી… તમે જ જોઈ લો

દિલ્હી ફરવા આવેલી એક રશિયન મહિલા પુરુષોના સલૂનમાં જઈને ફેસ મસાજ કરાવતાં જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. મહિલાને તો આ અનુભવ ખૂબ ગમ્યો પણ તેનો આ વીડિયો જોઈને લોકો તેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવા લાગ્યા છે.

Trending Video: દેશી છોકરાઓની સર્વિસથી Russian Girl ખુશ, પહેલા ક્રીમ લગાવી અને પછી... તમે જ જોઈ લો
Image Credit source: AI Generated
| Updated on: Jul 22, 2026 | 8:47 PM

દિલ્હીની શેરીઓમાં સામાન્ય રીતે ફરતી વખતે એક રશિયન મહિલા સાથે એવું કંઈક બન્યું કે, જે તેના ભારત પ્રવાસની સૌથી યાદગાર ક્ષણ બની ગઈ. પુરુષોના એક સલૂનમાંથી રશિયન મહિલાને બોલાવવામાં આવી હતી.

ખાસ વાત એ છે કે, રશિયન મહિલાએ ના પાડવાને બદલે અંદર જઈને ફેસ મસાજ કરાવવાનું નક્કી કર્યું. રશિયન મહિલા તો આ મસાજનો પૂરો આનંદ લઈ રહી હતી પણ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો જોઈને લોકો તેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવા લાગ્યા.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો Trending Video

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @kelyuba નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રશિયન મહિલા, જેનું નામ લ્યુબોવ છે, તેણે દિલ્હીના એક લોકલ સલૂનમાં પોતાના અનુભવનો વીડિયો શેર કર્યો. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘નવી દિલ્હી, ભારતમાં ફેસ મસાજ કરાવી રહી છું. કેટલો અનોખો અનુભવ છે!’

વીડિયોમાં રશિયન મહિલા સલૂનમાં બેઠેલી જોવા મળી રહી છે, જ્યાં સ્ટાફ તેની આસપાસ એકઠો થઈને તેને ફેશિયલ મસાજ માટે તૈયાર કરી રહ્યો છે. સૌથી પહેલાં, તેણે રશિયન મહિલાના વાળ કાપ્યા, પછી ક્રીમ લગાવી અને તેને સારી રીતે મસાજ આપી.

મહિલા આરામથી બેઠેલી હતી અને મસાજની પૂરી મજા માણી રહી હતી, કારણ કે સ્ટાફ ધીમે-ધીમે અને સાવધાનીપૂર્વક એક પછી એક મસાજ કરી રહ્યો હતો. આખા સેશન દરમિયાન હસતી રહીને, તે આ સારવારથી ખુશ અને પ્રભાવિત દેખાઈ, જેના વિશે તેમણે જણાવ્યું કે તેની કિંમત માત્ર 1 ડોલર (લગભગ 96.47 રૂપિયા) હતી. ક્લિપ પર લખ્યું હતું, ‘POV: ભારતમાં 1 ડોલરમાં ફેસ મસાજ.’

નેટીઝન્સે સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી

આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો અને લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી. ઘણા યુઝર્સે એક મહિલાના એકલા પુરુષોના સલૂનમાં જવા પર ચિંતા વ્યક્ત કરી અને કેટલાકે તેમને વધુ સાવચેત રહેવા કહ્યું.

લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયા

એક યુઝરે લખ્યું, “એક ભારતીય હોવાના નાતે, હું તમને સલાહ આપીશ કે સુરક્ષિત રહો અને અવાવરૂ વિસ્તારોમાં ન જાઓ.” અન્ય એક વ્યક્તિએ કહ્યું, “બહેન… એક ભારતીય હોવાના નાતે, કૃપા કરીને મારી એક સલાહ માનો કે ક્યારેય આવા સસ્તા સલૂનમાં ન જાઓ જ્યાં ફક્ત પુરુષો જ હોય, કારણ કે એક મહિલા તરીકે તે તમારા માટે સુરક્ષિત નથી. તેથી, કૃપા કરીને તમારા સલૂનના સ્ટાન્ડર્ડ સુધારો અને કોઈ એવા સલૂનમાં જાઓ જ્યાં મહિલા કર્મચારીઓ ઉપલબ્ધ હોય અથવા તો કોઈ કુશળ, સુરક્ષિત અને તાલીમબદ્ધ વાણંદ પાસે વાળ કપાવો.”

ત્રીજાએ લખ્યું કે, “અહીં આટલા બધા મોટા-મોટા, હજારો સલૂન છે. તમે જાતે જ મુસીબતમાં કેમ મુકાવા માંગો છો? અમે ભારતીયો પણ મોટે ભાગે આ પ્રકારની જગ્યાઓથી બચીએ છીએ.” ચોથા યુઝરે લખ્યું કે, “મને ડર કેમ લાગી રહ્યો છે?” તો રશિયન પ્રવાસીએ તરત જ ચિંતાઓને ફગાવી દીધી અને સલૂન સ્ટાફનો બચાવ કર્યો.

ટિપ્પણીનો જવાબ આપતાં તેણે કહ્યું, “ડરશો નહીં!!” નોંધનીય છે કે, આ પહેલાં એક અન્ય રશિયન ટૂરિસ્ટનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ દિલ્હી મેટ્રોની સુવિધાઓના વખાણ કરતી જોવા મળી હતી.

NEET વિવાદ વચ્ચે ZEE5 નો મોટો ધમાકો… ‘The Scam: Leaked’ ના ટીઝરે ઊભા કર્યા ‘રૂવાંડા’, નવી સીરીઝમાં શું તંત્રની પોલ ખુલશે?

Published On - 8:42 pm, Wed, 22 July 26

Follow Us