
સોશિયલ મીડિયા પર ડાન્સના એકથી એક ચડિયાતા અને રમુજી વીડિયો (Dance Video) વાયરલ થતા રહે છે. કેટલાક ડાન્સ વીડિયો તો એવા હોય છે કે, જે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, જ્યારે અમુક વીડિયો લોકોને પણ ઝૂમવા પર મજબૂર કરી દે છે. કેટલીકવાર તો ઓરિજિનલ ડાન્સ જોઈને દુનિયા તેની દીવાની થઈ જાય છે.
યુઝર્સ કેટલાંક ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરે છે, તેના વખાણ કરે છે અને ઘણીવાર તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપે છે. એવામાં ફરી એકવાર આવો જ એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈને દરેક ભારતીય ઝૂમી ઉઠ્યો છે.
જણાવી દઈએ કે, હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ભારતમાં હોળીનો ઉત્સાહ ચારેય બાજુ જોવા મળે છે. આટલું જ નહીં હોળી પર અનેક ગીતો પણ બન્યા છે, જેના પર લોકો મન મૂકીને નાચે છે. એવામાં, આ વાયરલ વીડિયોમાં એક રશિયન મહિલાએ હોળીના ગીત પર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેકગ્રાઉન્ડમાં હોળીનું ગીત વાગી રહ્યું છે અને રશિયન મહિલા ભારતીય પોશાકમાં જોરદાર ઠુમકા લગાવી રહી છે.
આ ડાન્સ વીડિયો જોઈને તમને પણ ઝૂમવાનું મન થઈ જશે. આટલું જ નહીં, આ ડાન્સ વીડિયોએ અનેક લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ‘tatianaromanoff’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ તેને પસંદ કર્યો છે.
લોકો આ ડાન્સ વીડિયોના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. કોઈનું કહેવું છે કે, આ ડાન્સે દિલ જીતી લીધું, તો કોઈ કહી રહ્યું છે કે, રશિયન મહિલાનો સ્વેગ અનોખો છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Published On - 3:17 pm, Wed, 25 February 26