મહિલા કોન્સેટબલ એક સાથે 2 ફરજ નિભાવતી જોવા મળી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક મહિલા કોન્સેટબલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આરપીએફની મહિલા જવાન પોતાના બાળકને ખોળામાં રાખી પોતાની ફરજ બજાવતી જોવા મળી હતી.

મહિલા કોન્સેટબલ એક સાથે 2 ફરજ નિભાવતી જોવા મળી, જુઓ વીડિયો
| Updated on: Feb 19, 2025 | 12:52 PM

ખાખી વર્દી પહેરનાર દરેક વ્યક્તિ આ દેશનો રક્ષક છે. આ દેશની રક્ષા કરવાની સાથે, તેઓ દેશ માટે પોતાનું જીવન પણ સમર્પિત કરે છે. દિવસ હોય કે રાત, તડકો હોય કે વરસાદ, તેઓ હંમેશા પોતાની ફરજ અને જવાબદારી માટે તૈયાર રહે છે.ત્યારે દેશ તહેવાર શાંતિથી ઉજવી શકે છે. તેમને તહેવારના દિવસે પોતાની ડ્યુટીમાંથી રજા પણ મળતી નથી. આવું જ કાંઈક એક મહિલા કોન્સટેબલ પોતાની ફરજ નિભાવતી જોવા મળી હતી. હાલમાં આ મહિલા કોન્સેટબલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયા બાદ લોકો આ મહિલાના વખાણ કરી રહ્યા છે.

RPF ચુસ્ત સુરક્ષા

આ મહિલા પોતાની ફરજ પ્રત્યે એટલી વફાદાર અને પ્રામાણિક છે કે તે પોતાના બાળકને ખોળામાં રાખીને પોતાની ફરજ બજાવતી જોવા મળી.મહિલાને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડ બાદ રવિવારે પોતાની ડ્યુટી કરતી જોવા મળી હતી.ભાગદોડ બાદ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેલવે પ્રશાસન પણ સંપૂર્ણ અલર્ટ મોડ પર છે. સ્ટેશન પર RPFની હાજરી પણ વધારી દીધી છે. બીજી વખત આવી કોઈ જાનહાનિ ન થાય તે માટે RPF ચુસ્ત સુરક્ષામાં જોવા મળી રહી છે.

 

 

મહિલા જવાને એક સાથે 2-2 ફરજ નિભાવી

વાયર વીડિયોમાં RPFની આ મહિલા જવાન એક સાથે 2-2 ફરજ નિભાવે છે. પહેલી પોતાની નોકરી અને બીજી માતાની જવાબદારી, સોશિયલ મીડિયા પર મહિલા કોન્સેટબલનો આ વીડિયો વાયરલ થતા લોકો મહિલાના કામને સલામ કરી રહ્યા છે. તો કેટલાક યુઝર વીડિયો પર કોમેન્ટ કરી મહિલાના ત્યાગ અને બલિદાનનું પ્રતિક ગણાવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાનું નામ રીના છે. હાલમાં તે RPFમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે.

Published On - 12:50 pm, Wed, 19 February 25