
Republic Day 2022 : દેશભરમાં આજે 73મા ગણતંત્ર દિવસની (Republic Day) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાતા આ રાષ્ટ્રીય તહેવાર પર ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.તમને જણાવવુ રહ્યુ કે, આ દિવસે નવી દિલ્હીમાં (Delhi) રાજપથ પર એક પરેડ કાઢવામાં આવે છે, જેમાં ભારતની ત્રણેય સેનાઓની ઝાંખી કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર હાલ #RepublicDay, #26january અને #RepublicDay ટોપ ટ્રેન્ડિંગ છે. આ હેશટેગ દ્વારા યુઝર્સ એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. તમે પણ સોશિયલ મીડિયા દ્વારા જ તમારા નજીકના મિત્રો અને સંબંધીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી શકો છો.
તમને જણાવી દઈએ કે, વર્ષ 1950માં આ દિવસે દેશને તેનું બંધારણ મળ્ય હતુ. આઝાદીના લગભગ અઢી વર્ષ બાદ દેશને તેનું બંધારણ મળ્યું, જેની રૂપરેખા સૌ પ્રથમ વર્ષ 1948માં ડૉ. બી.આર. આંબેડકરે બંધારણ સભામાં રજૂ કરી હતી. જો કે બંધારણ 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર કરવામાં આવ્યું હતુ, પરંતુ તે બે મહિના પછી એટલે કે 26 જાન્યુઆરીએ લાગુ કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો : VIDEO: ગણતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ, BSF અને પાકિસ્તાની રેન્જર્સે મીઠાઈની કરી આપ-લે