Viral: માણસોની જેમ લડતા નજરે પડ્યા ઉંદર, સીસીટીવીમાં કેદ થયો Funny Video

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં બે ઉંદરો માણસોની જેમ લડતા જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. આ ફની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

Viral: માણસોની જેમ લડતા નજરે પડ્યા ઉંદર, સીસીટીવીમાં કેદ થયો Funny Video
Rats were seen fighting like humans (Instagram)
| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:08 AM

જો આપને ઘણીવાર એવું લાગે છે કે માણસો-માણસો સાથે શા માટે લડે છે, ત્યારે ફક્ત માણસોની જ વાત નથી, પરંતુ તે વિવિધ પ્રકારના પ્રાણીઓમાં પણ જોવા મળે છે. ક્યારેક એક સિંહ બીજા સિંહ સાથે લડતો જોવા મળે છે, તો ક્યારેક એક હાથી બીજા હાથી સાથે લડાઈ કરે છે અને પછી આ પ્રાણીઓ વચ્ચે જોરદાર લડાઈ જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય ઉંદરો (Rats Fight) વચ્ચે લડાઈ જોઈ છે અને તે પણ માણસોની જેમ ઉભા રહીને લડતા? તમે કદાચ નહીં જોયો હોય, પરંતુ આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં બે ઉંદરો માણસોની જેમ લડતા જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. આ ફની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સોફા પર આરામથી બેઠો છે અને મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો છે અને જ્યારે ફ્લોર પર નીચે અચાનક બે ઉંદરો એકબીજા સાથે લડવા લાગ્યા. પહેલા તેઓ એકબીજાને કરડવાની કોશિશ કરે છે, પછી થોડીવાર પછી તેઓ બે પગ પર ઉભા થઈને માણસોની જેમ કુસ્તીની શૈલીમાં લડવાનું શરૂ કરે છે.

જો કે, તેમની આ લડાઈ લાંબો સમય ચાલતી નથી અને પછી બંને અલગ-અલગ થઈ જાય છે. પરંતુ થોડીક સેકન્ડો પછી એક ઉંદર ફરી પાછો આવે છે અને સોફા પર બેઠેલા વ્યક્તિના માથા પાસે ફરવા લાગે છે, જેના કારણે વ્યક્તિને ખબર પડી કે તેના માથા પાસે કંઈક છે, પરંતુ તેણે તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં. અને ફરી પોતાનો મોબાઈલ ચલાવવા લાગે છે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Discovery.engenharia નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.7 મિલિયન એટલે કે 17 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 1 લાખ 22 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે મજાકમાં કોમેન્ટ કરી કે, ‘તે માણસ તે ઉંદરો માટે ટેવાયેલો છે. તે તેના રૂમમેટ છે’.

આ પણ વાંચો: Viral: શખ્સે નારીયેળ પાણી કાઢવા લગાવ્યો ગજબનો જુગાડ, લોકોએ કહ્યું ‘નેકસ્ટ લેવલ જુગાડ’

આ પણ વાંચો: Viral Video: નાના બાળકે બતાવ્યું અદ્ભુત પરાક્રમ, સીડી પર સ્કેટબોર્ડ ચલાવીને બધાને કરી દીધા દંગ!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો