સમુદ્રના (Ocean) ઊંડાણમાં આવા ઘણા રહસ્યો છુપાયેલા છે, જેના પરથી પડદો ઉપડવાનો બાકી છે. ખાસ કરીને દરિયાઈ જીવોની ‘દુનિયા’ એકદમ રહસ્યમય છે. જ્યારે આ જીવો પહેલીવાર લોકોની નજર સામે આવે છે, ત્યારે જોનારાઓ પણ દંગ રહી જાય છે. લોકો માનતા નથી કે, આવા જીવો પણ આપણી ધરતીનો એક ભાગ છે. અત્યારે ટ્વિટર પર આવા જ એક અનોખા ઓક્ટોપસના વીડિયોએ (Octopus Video) નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ ક્લિપમાં આ ઓક્ટોપસ કાચની જેમ એકદમ પારદર્શક દેખાય છે. અહેવાલો અનુસાર, તે પ્રશાંત મહાસાગરના (Pacific Ocean) દૂરના વિસ્તારમાં સ્વિમિંગ કરતો જોવા મળ્યો હતો.
વાયરલ થઈ રહેલી ક્લિપમાં તમે જે પ્રાણી જુઓ છો તે જેલીફિશ નથી પરંતુ ઓક્ટોપસ છે. આ ઓક્ટોપસ સંપૂર્ણપણે પારદર્શક છે. કોઈપણ વ્યક્તિ નરી આંખે આ જીવના આંતરિક અંગોને જોઈ શકે છે. વાયરલ વીડિયોમાં તમે ઓક્ટોપસની આંખો, નસ અને ફૂડ પાઇપ સ્પષ્ટપણે જોઈ શકો છો. તે જ સમયે, બાકીના અવયવો વાદળી કાચ જેવા પારદર્શક દેખાય છે. અહેવાલો અનુસાર, આ સુંદર પ્રાણીનો વીડિયો એક રોબોટે સમુદ્રની ઊંડાઈમાં ડાઇવિંગ કરીને બનાવ્યો છે.
Happy belated #WorldOctopusDay! 🐙
The glass octopus (Vitreledonella richardi) is a very rarely seen cephalopod found in tropical and subtropical waters around the world. These beautiful creatures are found in the deep sea where sunlight doesn’t reach.
Video by @SchmidtOcean pic.twitter.com/fXgYPYDSUG
— The Oxygen Project (@TheOxygenProj) October 9, 2022
આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને ટ્વિટર પર @TheOxygenProj હેન્ડલથી શેર કરવામાં આવ્યું છે. યુઝરે લખ્યું છે કે, આ ગ્લાસ ઓક્ટોપસ (Vitreledonella richardi) છે, જે વિશ્વભરમાં ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પાણીમાં જોવા મળતો એક ખૂબ જ અનોખો જીવ છે.
કાચના ઓક્ટોપસ ઊંડા દરિયામાં જોવા મળે છે, જ્યાં સુરતનો પ્રકાશ પણ પહોંચતો નથી. તે ફોનિક્સ ટાપુઓ પાસે પ્રશાંત મહાસાગરમાં તરતું જોઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે, ફોનિક્સ આઈલેન્ડ દુનિયાભરમાં ઘણા દુર્લભ જીવોના ઘર તરીકે ઓળખાય છે. તે વિશ્વની સૌથી મોટી કોરલ ઇકોસિસ્ટમ પણ ધરાવે છે.