ગલુડિયાને બે પગેથી ખેંચી ક્રુરતાથી ઝૂલાવ્યુ, Video જોઈ ભડક્યા IAS અધિકારી, પૂછ્યુ આમા જાનવર કોણ?

Viral Video: ગલુડિયાનો આ દર્દનાક વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને લોકોને પૂછ્યું છે કે હવે જણાવો આમા જાનવર કોણ છે ? માત્ર 33 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ગલુડિયાને બે પગેથી ખેંચી ક્રુરતાથી ઝૂલાવ્યુ, Video જોઈ ભડક્યા IAS અધિકારી, પૂછ્યુ આમા જાનવર કોણ?
ગલુડિયાને નિર્દયતાથી ઝુલાવતા જોવા મળ્યા યુવક-યુવતી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 05, 2023 | 8:18 PM

માણસની અંદર માનવતા હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો માનવતા ન હોય તો તેનામાં માણસ તરીકેનું કોઈ મહત્વ રહેતું નથી. માનવતાનો અર્થ એ છે કે લોકોમાં દયા અને કરુણા હોવી જોઈએ, બીજાની મદદ કરવામાં ક્યારેય પાછીપાની ન કરવી જોઈએ. જો કે, ઘણી વખત લોકો તેની અંદરની માણસાઈને ભૂલી જાય છે અને માણસોની સાથે તેઓ પ્રાણીઓ સાથે પણ બર્બરતાપૂર્ણ વર્તન કરતા હોય છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક યુવક અને યુવતીએ ગલુડિયા સાથે એવુ પાશવી વર્તન કર્યુ કે તેને જોઈને પણ લોકો ગુસ્સાથી લાલપીળા થઈ રહ્યા છે. છોકરો અને છોકરી પહેલા તો ગલુડિયાને નિર્દયતાથી તેના પગેથી પકડી ઝુલાવે છે અને પછી તેને વાંદરાઓને બતાવવાનું શરૂ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે છોકરો અને છોકરી રસ્તા પર ચાલતી વખતે કૂતરાના ચારેય પગને બંને સાઈડથી પકડીને ચાલતા હોય છે. આ પછી છોકરો ગલુડિયાને વાંદરાઓની સામે મૂકવાનો પ્રયત્ન કરે છે. જોકે ત્યાં સુધીમાં વાંદરાઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આવી સ્થિતિમાં, તે તેના બંને પગને પકડી રાખે છે અને તેને એવી રીતે ફેરવે છે કે જાણે તે કોઈ પ્રાણી નહીં પરંતુ કોઈ વસ્તુ હોય. તેઓ લાંબા સમય સુધી તેની સાથે નિર્દયતાથી આ પ્રકારનું વર્તન કરે છે. આ દૃશ્યો જોયા પછી ભાગ્યે જ કોઈને ગુસ્સો આવ્યા વિના રહે. અબોલ જીવ સાથે આ પ્રકારનું વર્તન ધૃણાસ્પદ છે. પ્રાણીઓ પણ જીવ છે તેને પણ પીડા થતી હોય છે, તે બોલી શક્તા નથી, તેની પીડા વ્યક્ત કરી શક્તા નથી.

ક્રુરતાની હદ વટાવતો યુવક યુવતીનો જુઓ વીડિયો:

 

આ દર્દનાક વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને લોકોને પૂછ્યું છે કે હવે જણાવો આમા જાનવર કોણ છે ? માત્ર 33 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ પણ વાંચો: મોતના મોંમા જઈ ઉભો રહ્યો શખ્સ, વાયરલ વીડિયો જોઈ લોકો સ્તબ્ધ, જુઓ વીડિયો

વીડિયો જોયા પછી, લોકોએ ગુસ્સામાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘દુનિયામાં કેટલા ગંદા લોકો છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે આવા લોકો માનવતાના નામ પર કલંક છે. આ સિવાય ઘણા યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.