કોંગ્રેસ મહાસચિવનો અનોખો અંદાજ : આદિવાસી મહિલાઓ સાથે પરંપરાગત નૃત્ય કરતા જોવા મળ્યા પ્રિયંકા ગાંધી, જુઓ VIDEO

|

Dec 11, 2021 | 5:38 PM

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જો પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને નોકરીઓમાં 30 ટકા અનામત આપવાનું વચન આપ્યું છે.

કોંગ્રેસ મહાસચિવનો અનોખો અંદાજ : આદિવાસી મહિલાઓ સાથે પરંપરાગત નૃત્ય કરતા જોવા મળ્યા પ્રિયંકા ગાંધી, જુઓ VIDEO
Priyanka Gandhi video goes viral

Follow us on

Viral Video : આગામી વિધાનસભાની ચૂંટણીને (Goa Assembly Election 2022) ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીએ ગોવાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) આદિવાસી મહિલાઓ સાથે પરંપરાગત નૃત્ય પણ કર્યું હતું. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય (Traditional Dance) કરી રહી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે જોડાયા હતા. 

જુઓ વીડિયો

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

પ્રિયંકા ગાંધીએ આપ્યુ આ વચન

તમને જણાવવુ રહ્યુ કે, આ મુલાકાત દરમિયાન તેમણે ગોવાની (Goa) જનતાને વચન આપ્યું હતું કે, જો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સત્તામાં આવશે તો ગોવામાં મહિલાઓને નોકરીઓમાં 30 ટકા અનામત આપશે. વિરોધી પાર્ટી પર નિશાન સાધતા, તેમણે લોકોને બહારથી ગોવામાં આવતી પાર્ટીઓથી સાવધ રહેવા જણાવ્યુ હતુ. તેમણે ગોવાની રાજનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરવા બદલ આમ આદમી પાર્ટી (AAP)ની આકરી ટીકા કરી અને રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણ માટે તેને દોષી ઠેરવ્યા હતા.

વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) કહ્યું, ‘આ વખતે જ્યારે તમે મતદાન કરવા જાઓ ત્યારે સૌથી પહેલા તમારા, તમારા રાજ્ય અને તમારા પરિવાર વિશે વિચારો. એવા પક્ષને મત આપો જે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે. તેમણે વધુમાં કહ્યું કે, ‘ઘણી પાર્ટીઓ બહારથી આવશે. આ દિવસોમાં નવી પાર્ટીઓ આવી રહી છે. આ સાથે કોંગ્રેસ મહા સચિવે વિરોધી પાર્ટી પર આકરી ટીકા કરી હતી.

 

આ પણ વાંચો : સમીર વાનખેડે ફરી એક્શનમાં : મુંબઈમાં ત્રણ સ્થળો પર NCBના દરોડા, એરપોર્ટ પરથી ડ્રગ્સ ભરેલી બેગ મળતા ખળભળાટ

આ પણ વાંચો : 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય નાણા પ્રધાન અને RBI ગવર્નર પણ રહેશે હાજર

Published On - 5:37 pm, Sat, 11 December 21

Next Article