Viral: ભાગ્યેજ તમે આવું પ્રી-વેડિંગ ફોટોશૂટ જોયું હશે, વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘લગ્ન પછી આ જ હાલત છે’

આ દરમિયાન ફોટોગ્રાફરે છોકરાને જે પોઝ આપવાનું કહ્યું છે તે જોઈને કોઈ પણ હસવા લાગે. તમે જોઈ શકો છો કે છોકરી નૃત્યની મુદ્રામાં છે, જ્યારે છોકરો તેના હાથ પર ઉભો છે. આ જોયા પછી તમે વિચારતા જ હશો કે ભાઈ આવો પોઝ કોણ આપે છે.

Viral: ભાગ્યેજ તમે આવું પ્રી-વેડિંગ ફોટોશૂટ જોયું હશે, વીડિયો જોઈ યુઝર્સે કહ્યું લગ્ન પછી આ જ હાલત છે
Pre-Wedding Photoshoot (Image Credit Source: Twitter)
| Edited By: | Updated on: Feb 23, 2022 | 3:15 PM

આજની તારીખમાં, સોશિયલ મીડિયા (Social Media) એક એવું માધ્યમ બની ગયું છે, જેના કારણે લોકોને હસવાનો અને હસાવવાનો મોકો મળી રહ્યો છે. હવે ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ પ્રી-વેડિંગ ફોટોશૂટ(Pre-Wedding Photoshoot)ને જ જુઓ. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયાના લોકો પોતાના હાસ્ય (Funny Video)ને કાબૂમાં રાખી શકતા નથી. કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું છે કે લગ્ન તો આમ પણ હવે સર્કસ બની ગયા છે. મોટા ભાગના લગ્ન પંડિતજીના નહીં, પણ ફોટોગ્રાફરો દ્વારા કરવામાં આવે છે. તો ચાલો જોઈએ કે આ વીડિયોમાં શું છે, જેને જોઈને યુઝર્સ લોટપોટ થઈ રહ્યા છે.

ક્રિએટિવિટીના ચક્કરમાં કેટલાક ફોટોગ્રાફર્સ એવા દિમાગ લગાવે છે, જેનું પરિણામ જોઈને લોકો પણ હસવા લાગે છે. હાલ સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ ફોટોશૂટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોક્કસ હસવા પર મજબૂર થઈ જશો. વાયરલ થયેલા વીડિયોમાં મંદિરમાં શૂટ કરવામાં આવ્યું હોવાનું જણાય છે. જ્યાં કપલ પોતાનું પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું છે.

આ દરમિયાન ફોટોગ્રાફરે છોકરાને જે પોઝ આપવાનું કહ્યું છે તે જોઈને કોઈ પણ હસવા લાગે. તમે જોઈ શકો છો કે છોકરી નૃત્યની મુદ્રામાં છે, જ્યારે છોકરો તેના હાથ પર ઉભો છે. આ જોયા પછી તમે વિચારતા જ હશો કે ભાઈ આવો પોઝ કોણ આપે છે.

આ વીડિયો માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે. જો કે તે ક્યાંનો છે તેની કોઈ માહિતી નથી. આ વીડિયો ચેતના નામના ટ્વિટર યુઝરે @Tall_Dreams હેન્ડલથી શેર કર્યો છે. થોડા કલાકો પહેલા શેર કરવામાં આવેલ આ વીડિયો પોસ્ટને લગભગ સો લોકોએ લાઈક કર્યો છે, જ્યારે 1 હજારથી વધુ વ્યૂઝ છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે લોકો સતત વીડિયો પર પોતાનો પ્રતિભાવ નોંધાવી રહ્યા છે.

આ વીડિયો પર કેટલાક લોકોએ ફની પ્રતિક્રિયા આપી છે તો કેટલાક લોકોએ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે આ ફોટોશૂટને મંદિરમાં કેવી રીતે મંજૂરી મળી? આ વીડિયો જોયા પછી એક યુઝરે કહ્યું કે ભારતીય લગ્ન આજકાલ કોઈ સર્કસથી ઓછા નથી. ત્યારે અન્ય એક યુઝરે ફની ટોનમાં કમેન્ટ્સ કરતા લખ્યું છે કે લગ્ન પછી છોકરા સાથે આવું થાય છે. એકંદરે આ વીડિયો પર લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. જો કે, મોટાભાગના વપરાશકર્તાઓને તે ખૂબ રમુજી લાગ્યું છે.

આ પણ વાંચો: સર્વેક્ષણમા થયો ખુલાસોઃ વિશ્વસનીય ઈન્ટરનેટ કનેક્શન મેળવવું એ, આજના આ વર્ગ માટે પ્રેમ શોધવો અને પ્રેમમાં પડવા કરતા વધુ છે મહત્વપૂર્ણ

આ પણ વાંચો: Tech News: યૂઝર્સની પ્રાઈવસી વધી તો કમાણી ઘટી, Apple, ગૂગલના આ ફીચરે મેટાને આપ્યો મોટો ફટકો