Viral: જીપને ધક્કો મારી રહેલા લોકો પર શખ્સે કરી જોરદાર દેશી કોમેન્ટ્રી, જુઓ વીડિયો

આ ફની વીડિયોને ટ્વીટર પર @UtkarshSingh_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, 'સમાચાર સિવાનના છે... બાકી તમે કોમેન્ટરી સાંભળો.'

Viral: જીપને ધક્કો મારી રહેલા લોકો પર શખ્સે કરી જોરદાર દેશી કોમેન્ટ્રી, જુઓ વીડિયો
Funny Viral Video (Image: Snap From Twitter)
| Edited By: | Updated on: Feb 05, 2022 | 7:37 AM

સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક કરતા વધુ ફની વીડિયો (Funny Video) જોઈ શકાય છે કારણ કે આ ફની વીડિયો (Funny Viral Video) અવાર નવાર વાયરલ થતાં હોય છે. જેને જોયા પછી પણ આપણે આપણા ચહેરા પરનું સ્મિત રોકી શકતા નથી. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે પણ તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો. જો કે વીડિયો ખૂબ જ સામાન્ય છે, પરંતુ ક્લિપના બેકગ્રાઉન્ડમાં થઈ રહેલી કોમેન્ટરી તેને મજેદાર બનાવી રહી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જૂના જમાનાની જીપ છે જે રસ્તાની વચ્ચે જ અટકી ગઈ છે અને આ પોલીસ પ્રશાસનની જીપ છે. વીડિયોમાં પાછળથી એક વ્યક્તિ કમેન્ટ કરી રહ્યો છે કે, ‘આ જુઓ, પ્રશાસનની ગાડી ચાલી રહી છે, કહો કે આ વાહન ચોરને કેવી રીતે પકડશે. જેને સ્ટાર્ટ કરવા ધક્કા મારવા પડે છે.

આ ફની વીડિયોને ટ્વિટર પર @UtkarshSingh_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘સમાચાર સિવાનના છે… બાકી તમે કોમેન્ટરી સાંભળો.’

આ ફની વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોએ આના પર ફની કમેન્ટ્સ કરી છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘કોમેન્ટરી એકદમ સાચી છે.’ જ્યારે બીજા યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘વાહ સર વાહ.

આ પણ વાંચો: Multibagger Stock : માત્ર 3 મહિનામાં આ સ્ટોકે રોકાણકારોના 50 હજારને બનાવ્યા રૂપિયા 11 લાખ, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો: શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવશે હનુમાન બાહુક! જાણો કેવી રીતે થઈ રચના ?