પાયલોટનું પ્લેન ગ્વાલિયર રનવે પર થયું હતું ક્રેશ-લેન્ડ, સરકારે આપ્યું 85 કરોડનું બિલ, જાણો શા માટે

|

Feb 09, 2022 | 1:18 PM

નોંધનીય છે કે, ફરજિયાત વીમા પ્રોટોકોલને અનુસર્યા વિના બીચ ક્રાફ્ટ કિંગ એર બી 250 જીટીને કેવી રીતે ઉડવાની મંજૂરી આપવામાં આવી તે અંગે રાજ્ય સરકાર મૌન છે.

પાયલોટનું પ્લેન ગ્વાલિયર રનવે પર થયું હતું ક્રેશ-લેન્ડ, સરકારે આપ્યું 85 કરોડનું બિલ, જાણો શા માટે
Plane Crashed on Gwalior Runway (PC: Indiatimes)

Follow us on

6 મે, 2021ના રોજ ગ્વાલિયર (Gwalior)માં ક્રેશ થયેલા મધ્યપ્રદેશ સરકાર (Madhya Pradesh)ના કમનસીબ રાજ્ય વિમાનના પાયલોટને રાજ્ય સરકાર દ્વારા 85 કરોડનું બિલ સોંપવામાં આવ્યું છે., પરંતુ સવાલ એ છે કે શા માટે? ગત વર્ષે એક એરક્રાફ્ટ ગ્વાલિયર એરપોર્ટ પર ક્રેશ-લેન્ડ (Crash-Landed)થયું હતું. મહામારી દરમિયાન તેમના જીવને જોખમમાં મૂકી “કોવિડ વોરિયર્સ” તરીકે ઓળખાતા, કેપ્ટન માજિદ અખ્તર, તેના સહ-પાયલટ સાથે, શંકાસ્પદ COVID-19 દર્દીઓના નમૂનાઓ લઈને જઈ રહ્યા હતા જ્યારે એરક્રાફ્ટ અથડાયું ત્યારે પ્લેનમાં સંક્રમિત દર્દીઓની સારવાર માટે વપરાતી દવાઓની શિપમેન્ટ હતી. જેમાં ઉતરાણ દરમિયાન રનવે પર લગાવેલા અરેસ્ટર બેરિયર સાથે પ્લેન અથડાયું હતું.

રાજ્ય-માલિકીનું વિમાન, એક બીચ ક્રાફ્ટ કિંગ એર બી 250 જીટી, રેમડેસિવીરના 71 બોક્સ અમદાવાદથી ગ્વાલિયર લઈ જઈ રહ્યું હતું જ્યારે ગ્વાલિયર રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું ત્યારે અરેસ્ટર બેરિયર સાથે અથડાયું જેમાં પાયલોટ માજિદ અખ્તર, કો-પાયલટ શિવ જયસ્વાલ અને નાયબ તહસીલદાર દિલીપ દ્વિવેદી સહિત ત્રણ વ્યક્તિઓ નાની-મોટી ઈજાઓ સાથે બચી ગયા હતા.

સરકારે મોકલ્યું 85 કરોડનું બિલ

મધ્ય પ્રદેશ સરકારે ગત અઠવાડિયે કેપ્ટન મઝિદ અખ્તરને ચાર્જશીટ સોંપતી વખતે આરોપ લગાવ્યો હતો કે લગભગ 60 કરોડ રૂપિયાની કિંમતનું પ્લેન ક્રેશ થવાને કારણે સ્ક્રેપ થઈ ગયું હતું. સરકારે વધુમાં જણાવ્યું હતું કે તેમને અન્ય ખાનગી ઓપરેટરો પાસેથી વિમાન ભાડે લેવા પડ્યા હતા જેના પરિણામે વધારાનો 25 કરોડનો ખર્ચ થયો હતો.

પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન

નોંધનીય છે કે, ફરજિયાત વીમા પ્રોટોકોલને અનુસર્યા વિના બીચ ક્રાફ્ટ કિંગ એર બી 250 જીટીને કેવી રીતે ઉડવાની મંજૂરી આપવામાં આવી તે અંગે રાજ્ય સરકાર મૌન છે. ઉડ્ડયન વિભાગના આંતરિક સૂત્રના જણાવ્યા અનુસાર, જો વીમા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હોત તો રાજ્ય સરકાર વિમાનની કિંમત ઘટાડ્યા પછી પણ વસૂલ કરી શકી હોત.

કેપ્ટને બેદરકારીના આરોપોને નકાર્યા

જો કે, કેપ્ટન અખ્તરે બેદરકારીના આરોપોને નકારી કાઢ્યા છે જેના કારણે રાજ્યની તિજોરીને કથિત રીતે 85 કરોડનું નુકસાન થયું છે. વધુમાં, ઈન્ડિયા ટુડે દ્વારા એક્સેસ કરવામાં આવેલી ચાર્જશીટના તેના જવાબમાં, અખ્તરે જણાવ્યું હતું કે ગ્વાલિયર એરપોર્ટ પર સ્થાપિત અરેસ્ટર બેરિયરને કારણે ક્રેશ થયું હતું જેના વિશે તેમને એર ટ્રાફિક કંટ્રોલર (ATC) દ્વારા જાણ કરવામાં આવી ન હતી.

27 વર્ષથી વધુનો ઉડ્ડયનનો અનુભવ ધરાવતા કેપ્ટન મઝીદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમને બ્લેક બોક્સની સામગ્રી આપવામાં આવી નથી જેમાં ગ્વાલિયર ATC તરફથી મળેલી તમામ સૂચનાઓ છે.

મે મહિનામાં, ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ અખ્તરનું ફ્લાઈંગ લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યું હતું. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો પણ આ કેસની તપાસ કરી રહી છે. સસ્પેન્શન લેટર મુજબ, જેની એક નકલ પીટીઆઈના કબજામાં છે, અખ્તરે રનવે પહેલાં “વિમાનને ખૂબ જ નીચું ઉડાડ્યું તેથી અરેસ્ટર બેરિયરને જોવામાં નિષ્ફળ ગયો” હતો.

આ પણ વાંચો: Trees Exploding in Texas: ટેક્સાસમાં અડધી રાતે વિસ્ફોટનાં અવાજથી રહીશોમાં ગભરાટ, જાણો શું છે સચ્ચાઈ

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પુણે, પિંપરી-ચિંચવડ અને આજુબાજુના ગ્રામીણ ભાગોમાં આજે વીજ અને પાણી પુરવઠો પ્રભાવિત, જાણો શું છે કારણ?

Next Article