સોશિયલ મીડિયા પર છવાઈ ‘ડાર્ક પારલે-જી’ની તસવીર, યુઝર્સ આપી રહ્યા છે રિએક્શન

|

Mar 06, 2024 | 10:00 PM

પારલે-જી બિસ્કિટને દરેક વય અને વર્ગના લોકો પસંદ કરે છે. હવે તમે વિચારતા હશો કે આપણે અચાનક પારલે-જી બિસ્કીટની ચર્ચા શા માટે શરૂ કરી દીધી છે. તો તમને જણાવી દઈએ કે હાલમાં પારલે-જી બિસ્કિટના નવા વેરિઅન્ટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સોશિયલ મીડિયા પર છવાઈ ડાર્ક પારલે-જીની તસવીર, યુઝર્સ આપી રહ્યા છે રિએક્શન
Parle G

Follow us on

જો દેશભરમાં એક સર્વે કરવામાં આવે અને લોકો પાસેથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે કે તેમનું મનપસંદ બિસ્કિટ કયું છે, તો આ સર્વેમાં લગભગ પારલે-જી બિસ્કિટ જીતશે. બાળક હોય કે વૃદ્ધ, પુરુષ હોય કે સ્ત્રી, બધાને પારલે બિસ્કિટ પસંદ હોય છે. આ એક બિસ્કિટ છે જે દરેક વય અને વર્ગના લોકો પસંદ કરે છે. હવે તમે વિચારતા હશો કે આપણે અચાનક પારલે-જી બિસ્કીટની ચર્ચા શા માટે શરૂ કરી દીધી છે. તો તમને જણાવી દઈએ કે હાલમાં પારલે-જી બિસ્કિટના નવા વેરિઅન્ટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

પારલે-જીની નવી તસવીર વાયરલ થઈ

@sagarcasm નામના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીરમાં તમને પારલે-જી બિસ્કિટનું પેકેટ દેખાશે. પરંતુ બિસ્કીટની સ્ટાઈલ થોડી બદલાયેલી દેખાશે. આ પેકેટ ડાર્ક થીમ પર બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં તેને ‘ડાર્ક પારલે-જી’ નામ પણ આપવામાં આવ્યું છે. ચોકલેટી લાગતા પેકેટની બહાર બે બિસ્કીટ જોવા મળે છે. આ તસવીર શેર કરતી વખતે યુઝરે ફની અંદાજમાં લખ્યું છે, જ્યારે પ્રશાંત નીલ તમારા નવા ચીફ માર્કેટિંગ ઓફિસર હશે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

યુઝર્સ આપી રહ્યા છે રિએક્શન

આ તસવીર જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે. એક યુઝરે લખ્યું- મારું ભવિષ્ય આટલું તો ડાર્ક નથી, જેટલું તેઓએ પારલે-જી બનાવ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું- આ ક્રીમ વગરનો Oreo છે. ત્રીજા યુઝરે લખ્યું- લોકોની સાથે હવે પારલે જીએ પણ રંગ બદલવાનું શરૂ કર્યું છે.

અન્ય એક યુઝરે લખ્યું- આ ચારકોલ ફ્લેવર્ડ પારલે-જી છે. એક યુઝરે લખ્યું- મેં આ બીજે ક્યાંય જોયું નથી, આ નકલી છે. તમને જણાવી દઈએ કે આ તસવીર સોશિયલ મીડિયા પર જ વાયરલ થઈ રહી છે. અમે પારલે-જીની વેબસાઈટ પર પણ આવી કોઈ પ્રોડક્ટ જોઈ નથી. શક્ય છે કે આ એક એડિટેડ તસવીર હોય, જેને મજાક તરીકે વાયરલ કરવામાં આવી રહી છે.

Next Article