OMG : અહીંયા લોકો કબ્રસ્તાનમાં સૂઈને નવા વર્ષનું કરે છે સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

|

Jan 01, 2022 | 4:43 PM

સમગ્ર વિશ્વમાં લોકો આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં લોકો કબ્રસ્તાનમાં જઈને નવા વર્ષનું સ્વાગત કરે છે.

OMG : અહીંયા લોકો કબ્રસ્તાનમાં સૂઈને નવા વર્ષનું કરે છે સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !
People celebrate new year in cemetery

Follow us on

New Year Celebration : વર્ષ 2021 પૂરું થઈ ગયું છે અને 2022 ની આજથી શરૂઆત થઈ ચૂકી છે. નવું વર્ષ નવી આશાઓ અને નવા લક્ષ્યો લઈને આવ્યું છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો (New Year Celebration) માહોલ છે. નવા વર્ષને આવકારવા માટે લોકો જોરશોરથી તૈયારી કરતા જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ (Chile)છે જ્યાં લોકો કબ્રસ્તાનમાં (Cemetery) કબરોને સજાવીને અને તેની બાજુમાં સૂઈને નવા વર્ષનું સ્વાગત કરે છે.

આ દેશમાં નવા વર્ષની ઉજવણીની વિચિત્ર પરંપરા

અમે વાત કરી રહ્યા છીએ ચિલીની, આ દેશમાં લોકો નવા વર્ષને આવકારવા માટે મધરાત પહેલા કબ્રસ્તાનમાં જાય છે. ત્યાં તેઓ તેમના પરિચિતોની કબરો પાસે જઈને સૂઈ જાય છે. તમને જાણીને આશ્વર્ય થશે, પરંતુ નવા વર્ષને આવકારવાની અહિંયા એક વિચિત્ર પરંપરા (Tradition) છે. આ અંગે લોકોનુ માનવુ છે કે, આ રીતે ઉજવણી કરવાથી તેમના પૂર્વજોના (Ancestors) આત્માને શાંતિ મળે છે.

તમને જણાવવુ રહ્યુ કે, આ દેશના લોકો માને છે કે તેમના સંબંધીઓ જૂના વર્ષના અંતની ઉજવણી કરવા માટે તેમની કબરો પર પાછા ફરે છે. તેથી જ લોકો તેની કબરો પાસે સૂવા માટે જાય છે. આ દરમિયાન અહીં તે લોકો પોતાના પરિવારને ખુશ કરવા આતિશબાજી કરતા પણ જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાથે જ તેઓ તેમના પૂર્વજોની કબરોને સારી રીતે શણગારે છે અને પાર્ટી કર્યા પછી, તેઓ કબરની પાસે પલંગ મૂકીને સૂઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે નવા વર્ષ દરમિયાન ચિલીના શહેરોની સાથે ત્યાંના કબ્રસ્તાન પણ રોશનીથી ઝળહળી ઉઠે છે. ચિલીના લોકો આખી રાત આ કબ્રસ્તામાં રહે છે.

આ દિવસે પગરખાની નીચે પૈસા રાખવાનો રિવાજ

અહીં કબ્રસ્તાનમાં લોકો જૂના વર્ષને વિદાય આપીને નવા વર્ષનું સ્વાગત કરે છે. તેઓને લાગે છે કે પ્રિય સંબંધીઓ આ પ્રસંગે તેમની સાથે હશે તો તેમનું નસીબ સારું રહેશે. મળતા અહેવાલ અનુસાર અહીના લોકો નવા વર્ષના એક દિવસ પહેલા રાત્રે એક ચમચી કઠોળ ખાય છે. એવું માનવામાં આવે છે કે આ આગામી 12 મહિના માટે સમૃદ્ધિ લાવે છે. ચિલીમાં, આ દિવસે પગરખાની નીચે પૈસા રાખવાનો પણ રિવાજ છે.

 

આ પણ વાંચો : Happy New Year 2022: નવા વર્ષની રાહ પૂરી થઈ, કોરોના ગાઈડલાઈન્સ વચ્ચે નવા વર્ષનું સ્વાગત

Next Article