Paytmના CEOનો ડાન્સ વીડિયો થયો વાયરલ, વિજય શેખરનો આ અંદાજ જોઈને લોકોએ કહ્યુ “બોસ હો તો ઐસા”

|

Oct 25, 2021 | 6:12 PM

Paytmના CEO વિજય શેખર શર્માનો એક ડાન્સ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના કર્મચારીઓ સાથે ફિલ્મ લાવારિસના મશહુર ગીત 'અપની તો જીસે-તૈસે...' પર ડાન્સ કરતા જોવા મળે છે.

Paytmના CEOનો ડાન્સ વીડિયો થયો વાયરલ, વિજય શેખરનો આ અંદાજ જોઈને લોકોએ કહ્યુ બોસ હો તો ઐસા
Paytm Ceo Vijay Shekhar Sharma dances with his employees

Follow us on

Viral Video: દેશના જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા (Harsh Goenka) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેના દ્વારા શેર કરાયેલા ફોટા, વીડિયો અવાર નવાર લોકોમાં ચર્ચાનો વિષય બને છે. તાજેતરના દિવસોમાં તેમણે Paytmના CEO વિજય શેખરનો ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના કર્મચારીઓ સાથે ડાન્સ કરતી જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો જુનો છે, પરંતુ તે ઈન્ટરનેટ પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં Paytmના CEO વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma) તેમના કર્મચારીઓ સાથે ફિલ્મ લાવારિસના મશહુર સોંગ ‘અપની તો જૈસે તૈસે’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

 

જુઓ વીડિયો

વીડિયો શેર કરતાં હર્ષ ગોયન્કાએ કેપ્શનમાં લખ્યુ કે ‘SEBI દ્વારા ભારતના સૌથી મોટા IPOને મંજૂરી આપ્યા બાદ Paytm ઑફિસના દ્રશ્યો.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.

 

જુઓ યુઝર્સની પ્રતિક્રિયા

વિજય શેખરના ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

વાયરલ થઈ રહેલા વીડિયો પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યું કે ‘વિજય શેખર શર્મા ખૂબ જ શાનદાર બોસ છે.’ જ્યારે બીજા યુઝર્સ લખ્યું, ‘ભાઈ વાહ! બોસ હો તો ઐસા આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી છે.

 

જોકે, હર્ષ ગોયન્કાએ જે રીતે સોશિયલ મીડિયા પર આ વીડિયો (Video)શેર કર્યો છે તે જોઈને લાગે છે કે આ વીડિયો સેબી વતી PAYTM તરફથી IPOની મંજૂરી બાદ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો વર્ષ 2018નો છે. પરંતુ ઈન્ટરનેટ પર ફરીથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો:  Video : આ યુવતી અદ્ભૂત ડાન્સ કરી રહી હતી, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે લોકોની આંખો ચાર થઈ ગઈ !

 

આ પણ વાંચો:  Video : ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ આજ્ઞાકારી મરઘી, આ મરઘીને જોઈને તમે પણ વિચારમાં પડી જશો

Next Article