Video : આ વ્યક્તિએ પાન સાથે બનાવ્યુ અનોખુ મિલ્ક શેક, જોઈને યુઝર્સ કહ્યુ ” પૃથ્વી છોડવાનો સમય આવી ગયો છે”

|

Jan 20, 2022 | 12:32 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક અનોખી રેસિપીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ અનોખુ મિલ્ક શેક જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

Video : આ વ્યક્તિએ પાન સાથે બનાવ્યુ અનોખુ મિલ્ક શેક, જોઈને યુઝર્સ કહ્યુ  પૃથ્વી છોડવાનો સમય આવી ગયો છે
paan shake video goes viral

Follow us on

Viral Video : સામાન્ય રીતે દુકાનદારો લોકોને આકર્ષવા માટે તમામ પ્રકારની તરકીબો અપનાવતા જોવા મળે છે. લોકોના મનપસંદ ડ્રિંક શેક પર ઘણા પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા છે.આ દિવસોમાં પાન શેક(Pann Shake)  સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અતરંગી રેસીપીનો વીડિયો જોયા પછી મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે, પુથ્વીને છોડવાનો સમય આવી ગયો છે.

વીડિયો જોઈને યુઝર્સ થયા ગુસ્સે

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિક્રેતા પહેલા તે પાનને મિક્સર જારમાં નાખે છે. બાદમાં તે ઉપરથી એક સ્કૂપ આઈસ્ક્રીમ નાખ્યા પછી, તે બધી વસ્તુઓને હલાવી લે છે અને અનોખુ પાન શેક તૈયાર કરે છે. આ અનોખી રેસિપીનો (Receipe) વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જુઓ વીડિયો

આ વિચિત્ર કોમ્બિનેશન શેકનો વીડિયો કૈલાશ સોની નામના વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર mammi_ka_dhaba નામના એકાઉન્ટ પરથી શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યુ કે, ‘પાન શેક લવર્સને ટેગ કરો.’ આ વીડિયોને અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. જો કે આ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ ગુસ્સે થયા છે. તેમને આ રેસીપી પસંદ નથી આવી.

ખૂબ જ વિચિત્ર કોમ્બિનેશન

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, ‘હવે તમે દાળ અને ચોખાનો શેક પણ લાવો, ભાઈ.’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, ‘ખૂબ જ વિચિત્ર કોમ્બિનેશન. તેનો સ્વાદ કેવો હશે, મને ખબર નથી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા(Comments)  આપી રહ્યા છે.

આ પણ વાંચો : Viral: શું તમે ક્યારેય જોઈ છે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય તેવી સાડી ? નહીં તો જુઓ આ વીડિયો

Next Article