AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: સોશિયલ મીડિયાના આ વીડિયોએ લોકોને પેટ પકડીને હસાવ્યા, તમે પણ જુઓ

અવારનવાર તમે આવા ફની વીડિયો જોવા મળતા હશે, જેને જોઈને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો. હવે IPSએ તેમના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એવી ઘટનાઓ છે જેને જોયા પછી તમે પેટ પકડીને હસશો.

Viral: સોશિયલ મીડિયાના આ વીડિયોએ લોકોને પેટ પકડીને હસાવ્યા, તમે પણ જુઓ
Funny Viral Videos
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 3:21 PM
Share

સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયા પણ અદ્ભુત છે. અહીં દરરોજ કોઈને કોઈ ફની વીડિયો (Funny Videos) વાયરલ થાય છે. આમાંથી કેટલાક વીડિયો જોયા પછી જ્યાં તમે આશ્ચર્યચકિત થઈ જાવ છો, તો કેટલાક જોયા પછી તમે પેટ પકડીને હસવા લાગશો.

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે ચોક્કસ હસવા પર મજબૂર થઈ જશો. આ વીડિયોમાં ઘણી નાની ક્લિપ્સ છે, જેમાં છોકરીઓ સ્કૂટી પરથી પડી રહી છે. આ વીડિયો(Funny Viral Videos)ને યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સાથે લોકો વીડિયો પર ફની રિએક્શન પણ આપી રહ્યા છે.

વીડિયોની શરૂઆતમાં, એક વ્યક્તિ તેના મોં પર દુપટ્ટો બાંધેલો જોવા મળે છે. જે બાદ તે જણાવે છે કે હવે ફની વીડિયો શરૂ થાય છે. વીડિયો શરૂ થતાની સાથે જ કાજોલ અને શાહરૂખ ખાનના દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું ગીત ‘જરા સા ઝૂમ લૂન મેં’ વાગે છે. ત્યારે ગીતની સાથે, છોકરીઓ સ્કૂટી પરથી પડી, અથડાઈ અને રોલ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખૂબ જ ફની લાગી રહ્યો છે.

આ વીડિયો IPS રૂપિન શર્માએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેમણે લખ્યું- સ્કૂટી ગર્લ્સ. 20 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજાર લોકો જોઈ ચૂક્યા છે, સાથે જ લોકોએ ફની રિએક્શન પણ આપ્યા છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું પાપા કી પરી ઉડ ચલી અન્ય એક લખ્યું- મેં આવા કારનામાને લાઈવ જોયા છે.

તમને જણાવી દઈએ કે 1992 બેચના IPS ઓફિસર રૂપિન શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોલોઅર્સ વચ્ચે ફની વીડિયો અને તસવીરો શેર કરે છે. યુઝર્સ પણ તેમની પોસ્ટને ખૂબ પસંદ કરે છે.

આ જ કારણ છે કે જ્યારે પણ આઈપીએસ શર્મા કોઈ પોસ્ટ શેર કરે છે તો તે તરત જ વાયરલ થઈ જાય છે. હાલમાં તેમનો એક વીડિયો ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તમને જણાવી દઈએ કે તમે આ વીડિયોને આખો જોયા વગર રહી શકશો નહીં. કારણ કે આ વીડિયો ખુબ જ ફની છે.

આ પણ વાંચો: Unseasonal Rains: કમોસમી વરસાદ ઘઉંના પાક માટે છે આર્શીવાદરૂપ, જાણો શું કહે છે નિષ્ણાંતો

આ પણ વાંચો: ઓર્ગેનિક કેળાના ઉત્પાદનનો નવો ટ્રેન્ડ, ટીશ્યુ કલ્ચરથી કેળાની વૈજ્ઞાનિક ખેતી, જાણો સંપૂર્ણ વિગત

g clip-path="url(#clip0_868_265)">