AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : મા-દીકરીની જોડીએ મચાવી ધમાલ, લતા મંગેશકરના ગીતો સંભળાવીને જીત્યું સૌનું દિલ, જુઓ Video

Singing Video: સોશિયલ મીડિયા પર સિંગિંગને લગતા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર મા-દીકરીની જોડીનો એેક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બોલિવૂડના જૂના ગીત દ્વારા સૌનું દિલ જીતી રહ્યા છે.

Viral Video : મા-દીકરીની જોડીએ મચાવી ધમાલ, લતા મંગેશકરના ગીતો સંભળાવીને જીત્યું સૌનું દિલ, જુઓ Video
Mother Daughter singing Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 9:00 PM
Share

Singing Video: ગીત-સંગીત દરેક વ્યક્તિની અંતરઆત્માને શાંતિ અને આનંદ આપવાનું માધ્યમ બને છે. દુનિયામાં દરેક વ્યક્તિની સંગીત અંગેની પોતાની અલગ પસંદ હોય છે. કેટલાક લોકોને જૂના બોલિવૂડ ગીતો, કેટલાકને રોમેન્ટિક ગીતો અને કેટલાક લોકોને પાર્ટી-ડિસ્કોના ગીતો વધારે પસંદ હોય છે. ગીત-સંગીત માણસને તણાવમાંથી બહાર લાવવાની જડ્ડીબુટ્ટી બને છે. હાલમાં સોશિયલ મીડિયા પર મા-દીકરીનો એક વીડિયો ભારે વાયરલ (Viral) રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં મા-દીકરીની જોડી લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું જૂનુ અને પ્રખ્યાત ગીત સંભળાવીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. તેઓ વર્ષ 1968માં રિલીઝ થયેલી ફિલ્મ ઈજ્જતનું ગીત “યે દિલ તુમ બિન કહીં લગતા નહીં, હમ ક્યા કરે…” ખુબ સરસ રીતે ગાઈ રહ્યા છે. ગીતની શરુઆતમાં દીકરીનો મધૂર સ્વર સાંભળવા મળી રહ્યો છે. બંને મા-દીકરી કોયલની જેમ ગીતો ગાતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ

આ રહ્યો માતા-દીકરીનો સુંદર વીડિયો

આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. આ વીડિયો bharatsingers નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારોની સંખ્યામાં લાઈક મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આન્ટી એ સિંગિંગથી મારુ દીલ જીતી લીધું. બીજા એક યુઝરે લખ્યું છે કે, બંનેનો અવાજ મધુર છે. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, જ્યારે માતા એ સિગિંગ શરુ કર્યું ત્યારે મારી આંખોમાં આંસૂ આવી ગયા. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી.

આ પણ વાંચો :  Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">